જીપીએસસીનો નવો નિયમ: પરીક્ષામાં ગેરહાજર રહેનારની ડિપોઝિટ જ થશે

  • December 24, 2024 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાય સરકારની જુદી જુદી કચેરીઓ અને વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોમાંથી મેરીટ લીસ્ટ ના આધારે પસદં કરવા માટે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) ની પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષામાં મોટી સંખ્યામાં ઉમેદવારો ફોર્મ ભરતા હોય છે પરંતુ છેલ્લી ઘડીએ ગેરહાજર રહેનારની સંખ્યા ઘણી વધારે હોય છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે. આ બાબતને ધ્યાનમાં રાખીને હવે ઉમેદવારો પાસેથી પરીક્ષા ફી ઉપરાંત ડિપોઝિટ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે ઉમેદવાર પરીક્ષામાં ગેરહાજર રહેશે તેની ડિપોઝિટ જ કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ બિન અનામત કેટેગરીના ઉમેદવારો પાસેથી . ૫૦૦ અને અનામત કેટેગરીના ઉમેદવારો પાસેથી . ૪૦૦ ડિપોઝીટ પેટે લેવામાં આવશે અને જો આવા ઉમેદવારો પરીક્ષા આપશે તો તેમને ડિપોઝિટ પરત કરાશે અને નહીં આપે તો જ કરાશે. પરીક્ષાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને જીપીએસસી દ્રારા બેઠક વ્યવસ્થા અને બિલ્ડીંગ વ્યવસ્થા કરવાની હોય છે. જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોય તેમની સંખ્યા ધ્યાનમાં રાખીને પ્રશ્નપત્ર છપાવવાના હોય છે. સુપરવાઇઝરથી માંડી પરીક્ષા માટેના અન્ય નાના–મોટા તમામ સ્ટાફની વ્યવસ્થા કરવાની હોય છે. પરંતુ જો ઉમેદવારો મોટી સંખ્યામાં ગેરહાજર રહે તો વ્યવસ્થાનો આ બધો ખર્ચ જીપીએસસીને ભોગવવો પડે છે. આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે હવે ડિપોઝિટનો નવો નિર્ણય લેવામાં આવ્યો છે.
થોડા સમય પહેલા સરકારે ૨૦૨૨ અને ૨૦૨૩ માં લેવાયેલી જીપીએસસીની પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને પોસ્ટિંગ આપ્યા પછી હવે ભરતીમાં મોટાભાગે જીપીએસસીનો દબદબો જોવા મળશે અને તે બાબતને ધ્યાનમાં રાખી ડિપોઝીટની નવી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. સરકારના કયા વિભાગમાં અને કઈ કચેરીમાં કેટલી જગ્યાઓ ખાલી છે તેની માહિતી મેળવવાની કામગીરી અત્યારે ચાલી રહી છે અને જાન્યુઆરી માસના અંતિમ ભાગ સુધીમાં ખાલી જગ્યાની વિગતો મળ્યા પછી જીપીએસસી દ્રારા મોટા પાયે પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર હોવાનું બહાર આવી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application