રાજકોટ શહેર જિલ્લ ાના સસ્તા અનાજના દુકાનદારો માટે ચાલુ માસે રેશનીંગના દાળ અને ચણાનો જથ્થો ઉપાધી કરાવનારો છે. જરૂરીયાત મુજબના જથ્થાના બદલે પુરવઠા નિગમ દ્રારા માત્ર અડધો જ જથ્થો ફાળવવામાં આવશે. જેને લઇને કાર્ડધારકોને પણ વહેલા તે પહેલાના ધોરણે આ જથ્થો મળશે. જયારે ખાંડ પુરતા પ્રમાણમાં ૧૦૦ ટકા ફાળવણી થશે તેવું જાણવા મળી રહ્યું છે.
સસ્તા અનાજની દુકાનો પર અત્યારે ઇ–કેવાયસી ન કરેલા કાર્ડધારકોને અનાજ ન આપવામ માટેનો દુકાનદારો અને ગ્રાહકો વચ્ચે દેકારો થતો રહે છે. એવામાં જરૂરી અનાજનો જથ્થો જ ઓછો ફાળવવામાં આવતો હોવાથી દુકાનદારો અને કાર્ડધારકો વચ્ચે અનાજ વિતરણ પુરતું ન કરાતું હોવાના આક્ષેપો સાથે દેકારા થતાં રહે છે. ગયા માસે ખાંડનો જથ્થો ઓછો મળ્યો હતો. ચાલુ માસે રેશનિંગમાં દાળ અને ચણાનો જથ્થો અડધો જ મળનારો હોવાથી દુકાનદારો મુંઝવણમાં મુકાયા છે. દુકાનદારોને જથ્થો ૫૦ ટકા મળે પરંતુ ૧૦૦ ટકા રૂપિયા ભરવા પડે. જો અડધો જથ્થો આવે તો એ રકમ જમા મળી રહે છે. આમ અત્યારે દુકાનદારોએ અનાજનો જથ્થો મેળવવા માટે રકમ તો પુરી ભરવી પડે તેવું જાણવા મળી રહ્યું છે.
ચણા અને દાળનો જરૂરીયાત કરતા અડધો જથ્થો ઉપરથી જ ફાળવવાનો હોવાથી પુરતો જથ્થો નહીં મળે તેવું સ્થાનિક પુરવઠા તત્રં દ્રારા દુકાનદારોને કહેવાઇ રહ્યું છે. જોકે દુકાનદારોને થોડા રાહતના સમાચાર એ છે કે ખાંડનો જથ્થો ૧૦૦ ટકા જરૂરિયાત મુજબ આવ્યો છે અને પુરતા પ્રમાણમાં ખાંડનો જથ્થો ફાળવવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech