કાલાવડમાં એક વર્ષમાં માત્ર 1.43 લાખના વિકાસ કામો થયા: સામાન્ય સભામાં ઉહાપોહ

  • September 12, 2023 01:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આવતીકાલે મયીબેન ગલ્ચર નવા પ્રમુખ બનશે: ઇશરધામ અને કૃષ્ણપરા બે નવી ગ્રામ પંચાયત બનશે


જામનગર જિલ્લા પંચાયતની જનરલ બોર્ડની આ પ્રમુખના હોદાની છેલ્લી બેઠક ગઇકાલે જિલ્લા પંચાયત ભવનમાં મળી હતી જેમાં છેલ્લા એક વર્ષમાં સ્વભંડોળની ગ્રાન્ટમાંથી માત્ર 1.43 લાખના વિકાસ કામો થયા છે ત્યારે શાસક અને વિપક્ષના સભ્યોએ ભારે પ્રસ્તાળ બોલાવી હતી અને એક સમયે તો કાલાવડ પાકિસ્તાનમાં આવે છે તેવો આક્ષેપ પણ કર્યો હતો. વિકાસ કામોમાંથી કાલાવડ તાલુકાને શા માટે બાકાત કરી દેવામાં આવ્યો છે તેવા સવાલો ઉઠાવવામાં આવ્યા હતાં.


ગઇકાલે જિલ્લા પંચાયતના પ્રમુખના અઘ્યક્ષ સ્થાને એક બેઠક મળી હતી જેમાં ઉપપ્રમુખ નયનાબેન પરમાર, ડીડીઓ વિકલ્પ ભારદ્વાજ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં, આગામી તા.13ના રોજ મયીબેન ગલ્ચર પ્રમુખ પદ સંભાળશે ત્યારે આવતીકાલે તા.13ના રોજ વરણી થનાર છે ત્યારે વિપક્ષી સભ્યો જે.પી.મારવીયાએ જણાવ્યું હતું કે, બાંધકામ વિભાગની જોગવાઇ ા.1 કરોડની છે જેમાંથી લાલપુર તાલુકામાં 49 લાખ, જામનગર તાલુકામાં 17.15 લાખ, જોડીયામાં 8.95 લાખ, જામજોધપુરમાં 7 લાખ અને કાલાવડમાં માત્ર 1.43 લાખ વાપરવામાં આવ્યા છે.


આ સામાન્ય સભામાં સચાણામાંથી ઇશરધામ અને કાલાવડ તાલુકાના મોટી નાગાઝર ગ્રામ પંચાયતમાંથી કૃષ્ણપરા ગ્રામ પંચાયત રચવાની ચેર પરની દરખાસ્તને મંજુરી આપવામાં આવી હતી. જામનગર જિલ્લામાં 317 ગ્રામ પંચાયત છે તેમાં બેનો ઉમેરો થઇ રહ્યો છે. વિદાય લઇ રહેલા પ્રમુખે જણાવ્યું હતું કે, તેમના કાર્યકાળમાં બાંધકામ વિભાગના 130.24 કરોડના કામો થયા છે અને 156 કરોડના કામો પ્રગતિમાં છે. સિંચાઇ વિભાગમાં 11.23 કરોડના કામો થયા છે, સ્વભંડોળના 1.40 કરોડના કામો પુરા થયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application