રાજય સરકારની વીજ વિતરણ કંપનીઓના ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમમાં ઓનલાઈન ફરિયાદ કરવા માટેની પ્રક્રિયાને વધુ સુવિધાયુકત બનાવવા માટે સિંગલ ઓનલાઈન પોર્ટલ ઈ–સીજીઆરએફ નો શુભઆરભં મુખ્યમંત્રી ભૂપેંદ્રભાઈ પટેલ દ્રારા કરવામાં આવ્યો હતો.
વીજ વિતરણ કંપનીઓ દ્રારા ક્ષેત્રીય કચેરી તથા વડી કચેરી ખાતે ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમ વિનિમયો ૨૦૧૯ની જોગવાઈ અંતર્ગત ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમ ની સ્થાપના કરેલ છે. ગ્રાહક વીજ વિતરણ કંપની દ્રારા ફરિયાદ સંબધમાં લીધેલ પગલા અથવા તકરારના કીસ્સામાં ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમનો સંપર્ક કરી શકે છે. અત્યાર સુધી, વીજ ગ્રાહકો માં પત્ર, ઈ–મેલ આઈડી થકી કે બ આવીને ફરિયાદ કરી શકતા હતા. પરંતુ હવે આ સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
રાય સરકાર હસ્તકની વીજ વિતરણ કંપનીઓ ગ્રાહકોને સતત અને ગુણવત્તાસભર વીજ પુરવઠો ઉપરાંત સારી સેવાઓ આપવા માટે કટિબદ્ધ છે. ઇઝ ઓફ લિવિંગ યોજનાના ભાગપે ગ્રાહકોને વધુ સારી સુવિધાઓ મળી રહે તે માટે, ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમમાં સીજીઆરએફ ઓનલાઈન ફરિયાદ કરવા માટે રાય સરકારની ચારેય વીજ વિતરણ કંપનીઓનું સિંગલ ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવેલ છે. આ પોર્ટલ થકી ગ્રાહકને ઈ–ફાઈલિંગ, એપ્લીકેશન ટ્રેકિંગ, ઓનલાઈન ઓર્ડેર જેવી સુવિધા મળશે.
આ પોર્ટલ દ્રારા ગ્રાહકો નામદાર ગુજરાત વીજ નિયમન આયોગના ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમ અને ઓમ્બુડસમેન, વિનિમયો ૨૦૧૯ અંતર્ગત સમાવિષ્ટ્ર કરેલ સેવા અંગે ઓનલાઈન ફરિયાદ કરી શકશે. ઓનલાઈન પોર્ટલ થકી કોઈપણ સમયે, કોઈ પણ સ્થળેથી ફરિયાદ નોંધાવી શકશે અને ઓટો જનરેટેડ ફરિયાદ નંબર અને પોતાની ફરિયાદના ટ્રેકિંગ થકી પારદર્શિતામાં વધારો થશે.
રાયના ગ્રાહકો વીજળીને લગતી ફરિયાદો વીજ કંપની દ્રારા સ્થાપિત ફરિયાદ નિવારણ સેવા જેવી કે ૨૪ ૭ ટોલ ફ્રી કોલ સેન્ટર, મોબઈલ એપ્લીકેશન, ઓનલાઈન પોર્ટલ, વોટસએપ નંબર, લોકલ ફોલ્ટ સેન્ટર, વેબ ચેટ જેવા માધ્યમ થકી નોંધાવી શકે છે અને ગ્રાહકોની સમસ્યાઓનું નિવારણ કરવા વીજ વિતરણ કંપનીઓની પેટા વિભાગીય કચેરી પર ફોલ્ટ રેકટીફીકેશન ટીમ સતત કાર્યરત હોય છે
ફરિયાદ નોધણી માટે ટોલ ફ્રી નંબર
ડીજીવીસીએલ: ૧૮૦૦ ૨૩૩ ૩૦૦૩૧૯૧૨૩
એમજીવીસીએલ: ૧૮૦૦ ૨૩૩ ૨૬૭૦૧૯૧૨૪
પીજીવીસીએલ: ૧૮૦૦ ૨૩૩ ૧૫૫૩૩૩૧૯૧૨૨
યુજીવીસીએલ: ૧૮૦૦ ૨૩૩ ૧૫૫૩૩૫૧૯૧૨૧
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગીર સોમનાથ જિલ્લામાં ફરજ દરમિયાન મીઠી ઊંઘ માણતા ઝડપાયેલા 23 હોમગાર્ડ જવાન સસ્પેન્ડ
December 23, 2024 11:05 AMઆલિયાબાડાની બી. એડ. કોલેજમાં સાયબર ક્રાઈમ અવેરનેસ વર્કશોપ
December 23, 2024 11:05 AMબ્રાઝિલમાં પ્લેન મકાન પર ક્રેશ: ૧૦નાં મોત
December 23, 2024 11:03 AMધર્મની ગેરસમજને કારણે દુનિયાભરમાં અત્યાચાર થઈ રહ્યા છે: મોહન ભાગવત
December 23, 2024 11:02 AMપોલીસ ચોકી પર બોમ્બ ફેંકનારા ત્રણ ખાલિસ્તાની આતંકવાદીનું એન્કાઉન્ટર
December 23, 2024 11:00 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech