રાજકોટમાં આવેલી નેકમાં એ+ ગ્રેડ ધરાવતી મારવાડી યુનિવર્સિટીને હાલમાં જ ઓકટોબર 2024થી લાગુ કરીને ઓનલાઇન ડીગ્રી પ્રોગ્રામ્સ શ કરવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) પાસેથી યુજીસી એનટાઇટલ્ડ કેટેગરી હેઠળ મંજુરી મળી ગઇ છે. યુજીસીએ કુલ ચાર ઓનલાઇન કોર્સ શ કરવા માટે યુનિવર્સિટીને મંજુરી આપી છે. આ અભ્યાસક્રમોમાં બે અંડર-ગ્રેજ્યુએટ કોર્સ - બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (બીબીએ) અને બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન (બીસીએ) તથા તેની સાથે બે પોસ્ટ ગ્રેજયુએટ કોર્સ-એમએ ઇન ઇંગ્લિશ લિટ્રેચર અને એમએસસી ઇન મેથેમેટીકસનો સમાવેશ થાય છે.
આ પહેલ કેન્દ્ર સરકારની નવી રાષ્ટ્રીય શિક્ષણ નિતિ 2020 અનુસાર છે, જેમાં ઓનલાઇન ઉચ્ચ શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. વધુમાં યુજીસી દ્વારા માન્યતા પ્રાપ્ત ઓનલાઇન પ્રોગ્રામો મારફતે મેળવવામાં આવેલી ડીગ્રીઓને પરંપરાગત અભ્યાસક્રમો મારફતે મેળવવામાં આવેલી ડિગ્રીઓને સમકક્ષ ગણવામાં આવશે તેવી સ્પષ્ટતા કરવામાં આવેલી છે.
મારવાડી યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન ડીગ્રી અભ્યાસક્રમો શ કરવા લેવામાં આવેલા આ નિર્ણય પાછળનો વિચાર સમગ્ર વિશ્ર્વમાં વિદ્યાર્થીઓને સુલભ અને ઉચ્ચ-ગુણવત્તાનું શિક્ષણ પુરું પાડવાનો છે. આ અભ્યાસક્રમો ખાસ એવા લોકોની જરિયાતોને પુરી કરે છે. જેઓ સામાજિક, આર્થિક કે અન્ય કોઇ વ્યક્તિગત કારણોસર કોલેજના ફૂલટાઇમ અભ્યાસક્રમોને ભણી શકે તેમ નથી અથવા તો એક સાથે બે વિષયોમાં અભ્યાસ કરવાની ઇચ્છા ધરાવે છે.
મારવાડી યુનિવર્સિટીના ટ્રસ્ટી ધ્રુવ મારવાડીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ દુનિયાના કોઇપણ ખૂણામાંથી અભ્યાસ કરી શકે છે.કેમ્પસ ડિગ્રીઓને સમાન શૈક્ષણિક માન્યતા પૂરી પાડે છે. અમે આ શિક્ષણ મેળવવામાં આવતા અવરોધોને દૂર કરવા માટે અને સમાજના દરેક તબકકાના વિદ્યાર્થીઓને ભણવાની વિશ્ર્વસ્તરીય તકો પ્રાપ્ત થાય તેની ખાતરી કરવા માટે તૈયાર છીએ.પ્રથમ તબકકામાં મારવાડી યુનિવર્સિટી આ ઓનલાઇન ડીગ્રી પ્રોગ્રામ્સ શ કરશે: બીબીએ, બીસીએ, એમએ ઇન ઇંગ્લીશ અને એમએસસી ઇન મેથેમેટિકસ. આ પ્રોગ્રામમાં એડમિશન વર્ષમાં બે વખત આપવામાં આવશે. ઓકટોબર અને એપ્રિલ મહિનામાં. ઓનલાઇન ડીગ્રી પ્રોગ્રામમાં એડમિશન, ભણાવવાની તેમજ પરીક્ષાની પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઇન હાથ ધરવામાં આવશે અને વિદ્યાર્થીને કયારેય યુનિવર્સિટીમાં આવવાની જર નહીં પડે. 21મી સદીમાં વધુ લોકોને તેમને જે સ્પીડથી ભણવાની ઇચ્છા હોય તે સ્પીડ અને રીતથી ભણાવવાનું ચલણ છે જે આ ઓનલાઇન કોર્સમાં શકય બનશે.
આવા પ્રત્યેક અભ્યાસક્રમો મલ્ટિમીડિયા ક્ધટેન્ટની સાથે ઇન્ટરેક્ટિવ લર્નિંગ મોડયુલ્સ ધરાવતા હશે. જે શીખવાના અનુભવને વ્યાપક, સરળ અને રસપ્રદ બનાવશે. આ ઉપરાંત, મારવાડી યુનિવર્સિટી ઇન્ડસ્ટ્રીના પ્રોફેશનલ અને વિષય નિષ્ણાતોની સાથે ભેગા મળીને ઉચ્ચ-ગુણવત્તાના લર્નિંગ ક્ધટેન્ટનું સર્જન કરવા માટે અત્યાધુનિક સ્ટુડિયો પણ શ કરશે જે દ્વારા વિષય નિષ્ણાતોના સેશન રેકર્ડ કરવામાં આવશે.વિદ્યાર્થીઓ સ્માર્ટફોન્સથી માંડીને લેપટોપ સુધીના વ્યાપક રેન્જના ડીવાઇઝનો ઉપયોગ કરીને તેમાં ભાગ લઇ શકે છે તથા ઓનલાઇન ફોર્મટ તેમને અન્ય જવાબદારીઓની સાથે શિક્ષણનું સંતુલ કરવાની ફલેક્સિબિલિટી પણ પૂરી પાડશે.
વિશ્ર્વના ટોપ સાઈટેડ વૈજ્ઞાનિકોની યાદીમાં મારવાડીના ૯ પ્રોફેસરો
વૈજ્ઞાનિકનું નામ સંશોધનનું ક્ષેત્ર
ડો. કાંતાદેવી અરૂણાચલમ એન્વાર્યમેન્ટલ સાયેન્સ
ડો. શોભિત પટેલ સીઈ–એઆઈ
ડો. સુશીલકુમાર સિંહ સીઈ–એઆઈ
ડો. સુનિલ લાવડિયા સીઈ–એઆઈ
ડો. જુવેરિયા પરમાર સીઈ–એઆઈ
ડો. નિશીથ દેસાઈ રસાયણશા
ડો. રણવિજયકુમાર મિકેનિકલ
ડો. વિરેન્દ્રકુમાર યાદવ બાયો–સાયેન્સ
ડો. સનપ્રીતસિંહ મિકેનિકલ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech