બાલી ટૂર પકેજના નામે શિક્ષિકા સાથે રૂ.2.34 લાખનું ઓનલાઇન ચિટિંગ

  • November 10, 2023 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના યુનિવર્સિટી રોડ પર રહેતા શિક્ષિકા સાથે બાલી ટુર પેકેજના નામે રૂ.2.34 લાખની છેતરપિંડી થઇ હોવાની તેમણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ આગળ ધપાવી છે.છેતરપિંડીના આ બનાવની જાણવ મળતી વિગતો મુજબ,યુનિવર્સિટી રોડ પર હરિ નગર પર રહેતા અને શહેરની નિર્મલા સ્કૂલકમાં શિક્ષિકા તરીકે નોકરી કરનાર છંદાબેન સોમનાથભાઇ પાલ(ઉ.વ 57) દ્વારા આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેમના પતિ નિવૃત બેન્ક કર્મચારી છે. પુત્ર સૌરભ અમદાવાદમાં સોફટવેર એન્જિનિયર તરીકે અને પુત્રી અનુષ્કા કેનેડામાં નોકરી કરે છે. બાલી ટુરમાં જવુ હોવાથી ગત તા.2 માર્ચના રોજ ગુગલ પર સર્ચ કરતા હતા ત્યારે એક વેબસાઈટ જોવા મળી હતી. જેમાં ટુર પેકેજની માહિતી હતી. જેથી તેમાં માહિતી ભરતાં બીજા દિવસે એક યુવતીનો ફોન આવ્યો હતો. જેણે પોતાનું નામ આરોહી જણાવી પેરેમાઉન્ટ ટ્રાવેલ્સ ફરીદાબાદથી બોલતી હોવાનું કહ્યું હતું. જેની સાથે સાત દિવસ અને આઠ રાત માટેના પેકેજની વાત કરતાં હોટલ બુકીંગ, ફલાઈટની ટિકીટ વગેરે મળી કુલ રૂા.3.48 લાખનું પેકેજ જણાવ્યું હતું.


જેથી તેના યુપીઆઈ આઈડી પર રૂા.3,4800 અને જે બેન્ક ખાતા નંબર આપ્યું હતું તેમાં 2 લાખ ટ્રાન્સફર કયર્િ હતા. ત્યારબાદ ટિકીટની માહિતી માટે કોલ કરતાં આરોહી રિસીવ કરતી ન હતી. બીજો જે નંબર આપ્યો હતો તેની પર કોલ કરતાં નિત્યા નામની યુવતીએ જવાબ આપ્યો હતો. જેણે કહ્યું કે પોતે હાલ ગોવા બ્રાંચ ખાતે છે. આરોહી બાબતે પૂછતાં 2જા ઉપર હોવાનું કહ્યું હતું.

બાદમાં આરોહીનો કોલ આવ્યો હતો. તેણે કહ્યું કે તમારી ટુર મે માસમાં છે. ત્યાં સુધીમાં બધી પ્રોસેસ થઈ જશે. આ પછી અવાર-નવાર આરોહી, નિત્યા વગેરે સાથે વાતચીત થતી હતી પરંતુ કોઈ સંતોષકારક જવાબ આપતા ન હતા. જે પીએનઆર નંબર આપ્યો હતો તેના આધારે થાઈ એરમાં તપાસ કરતાં તે નંબર ખોટો હોવાનો અને કોઈ બુકીંગ નહીં હોવાનું જણાવાયું હતું.બાદમાં શિક્ષિકાએ પોતાની સાથે બાલી ટૂર પેકજના નામે થયેલી રૂ.2.34 લાખની છેતરપિંડી અંગે આ ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application