ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આડોડિયાવાસ વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી રીક્ષા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે રેડ દરમિયાન ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી બોટલ નંગ-૭૮૦ કિ.રૂ.૧,૪૨,૮૦૦ સહિત કુલ રૂ.૧,૯૨,૮૦૦ ના મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતેથી મળતી માહિતી અનુસાર એલ.સી.બી. પોલીસ સ્ટાફ ભાવનગર શહેરી વિસ્તારમાં નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન ભાવનગર, દિપકચોક પાસે આવતા બાતમીરાહે હકીકત મળેલ કે, નિતેશ ક્રિપાલભાઈ (રહે.આડોડીયાવાસ)ને તેના કબ્જા-ભોગવટાની લીલા-પિળા કલરની સી.એન.જી રીક્ષા રજી.નંબર-GJ-27-V-5509 માં બહારથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને આડોડીયાવાસમાં ખાલી કરવા જવાનો છે. જે મળેલ માહિતી આધારે રેઈડ કરતા નિતેશને ૭૫૦ ML ની બોટલ નંગ.૨૪ની કિં.રૂ.૨૦૪૦૦, ૭૫૦ ML ની બોટલ નંગ-૭૨ની કિં.રૂ.૨૧૬૦૦, ૧૮૦ ML ની બોટલ નંગ-૫૭૬ કિં.રૂ.૫૭૬૦૦, ૭૫૦ MLની બોટલ નંગ-૧૦૮ કિં.રૂ.૪૩૨૦૦ તેમજ રીક્ષા રજી.નંબર- GJ-27-V-5509 કિં.રૂ.૫૦૦૦૦ મળી કુલ કિં.રૂ.૧,૯૨,૮૦૦/-નો મુદ્દામાલ કબજે કરી શખ્સ વિરુદ્ધ પ્રોહીબીશન કલમ હેઠળ ગુનો દાખલ કરી ઘોઘારોડ પોલીસ મથક ખાતે સોંપી આપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએસ.ટી. તંત્રનું રાવલના ગ્રામ્ય પંથકો માટે ઓરમાયું વર્તન
January 23, 2025 11:28 AMરાજકોટના સોખડામાં પરિણીતા પર એસિડ એટેક
January 23, 2025 11:24 AM૩ લાખ મેટિ્રક ટન મગફળી ખરીદીના ટાર્ગેટ સામે બે મહિનામાં ૨.૭૦ લાખ મેટિ્રક ટનની ખરીદી
January 23, 2025 11:21 AMકાળ બોલાવતો હોય તેમ મિત્રે ના કહી છતા આસિફ પ્રેમિકાને મળવા આવ્યો ને મોત મળ્યું
January 23, 2025 11:20 AMકોલ્ડ પ્લે કોન્સર્ટની સુરક્ષામાં ૩૮૦૦ પોલીસ તૈનાત
January 23, 2025 11:18 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech