જામનગરના બાઇની વાડીમાં વિદેશી દારુના જથ્થા સાથે એક ઝડપાયો

  • March 06, 2024 01:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક શખ્સ ફરાર : બોટલો કબ્જે : ધુતારપરમાં ૩ બાટલી સાથે એક ઝબ્બે : બાવરીવાસમાં દેશી દારુ અંગે દરોડા

જામનગરના બાઇની વાડી વિસ્તારમાં એક મકાનમાં ઇંગ્લીશ દારુનો જથ્થો હોવાની બાતમીના આધારે સીટી-એ પોલીસે દરોડો પાડીને એક શખ્સને શરાબની ૨૪ બોટલ સાથે દબોચી લીધો હતો. જેમાં જથ્થો આપનારનું નામ ખુલતા બંનેની સામે પ્રોહી. મુજબ ફરીયાદ નોંધાવવામાં આવી છે જયારે ધુતારપર ગામમાં શરાબની ૩ બોટલ સાથે એક શખ્સ ઝપટમાં આવ્યો હતો. અને શહેરના બાવરીવાસમાં દેશી દારુ અંગે દરોડા પાડવામાં આવ્યા હતા.
સીટી-એ ડીવીઝન પીઆઇ ચાવડાની સુચનાથી સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે સ્ટાફના ઋષીરાજસિંહ જાડેજા અને રાકેશ ચૌહાણને બાતમી મળી હતી જેના આધારે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. મુળ કાલાવડના સરાપાદર હાલ જામનગર શહેરના બાઇની વાડી સંતોષી માતાના મંદિર પાસે રહેતા યશવંત ઉર્ફે યશુ દામજી પરમાર (ઉ.વ.૨૬)ના ભોગવટાના રહેણાંક મકાને ઇંગ્લીશ દારુ હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને વિદેશી દારુની ૨૪ બોટલ કિ. ૧૨૦૦૦ના મુદામાલ સાથે યશવંત પરમારને પકડી લેવાયો હતો.
તપાસ દરમ્યાન બાઇની વાડીમાં રહેતા વિજય દામજી પરમારએ વેચાણઅર્થે દારુ આપેલ હોય દરમ્યાન પોલીસ દ્વારા બંને આરોપી બંધુ સામે પ્રોહીબીશન મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
અન્ય દરોડામાં જામનગર નજીક ધુતારપર ગામમાં આવેલી રામનગર સોસાયટીમાં રહેતા સંજય નારણ માજુસા (ઉ.વ.૪૪) નામના શખ્સને ઇંગ્લીશ દારુની ૩ બોટલ સાથે રેઇડ દરમ્યાન પંચ-એ પોલીસે દબોચી લીધો હતો.
આ ઉપરાંત જામનગરના વુલનમીલ ફાટક, બાવરીવાસમાં રહેતી લલીતાબેન મખન ડાભીને ત્યાં ઝુપડામાંથી ૫ લીટર દેશી દારુ અને ૮૦ લીટર આથો તથા ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા, જયારે ખુલ્લી ફાટક બાવરીવાસ ખાતે રહેતી સંગીતાબેન કાના કોળીના ઝુપડેથી ૪ લીટર દેશી દારુ, ૬૦ લીટર આથો અને ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા.
***
મીઠાપુરમાં પીધેલો બાઈક ચાલક ઝડપાયો
ઓખા મંડળના મીઠાપુર નજીક આવેલા સિમેન્ટ પ્લાન્ટ પાસેથી કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા ૧૫,૦૦૦ ની કિંમત હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈને નીકળેલા ગોરીયાળી ગામના રહીશ ખેંગાર ઉર્ફે કરણ હાડાભાઈ હાથીયા નામના ૨૩ વર્ષના શખ્સને પોલીસે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application