બગસરાથી અમરેલી જતા રોડ પર એકથી સાત ફટ લાંબા ખાડા

  • September 03, 2024 10:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બગસરાથી અમરેલી તરફ જતો શહેરનો એક માત્ર માર્ગના હાલ બેહાલ થઇ ગયા છે. યારે બગસરા થી અમરેલી રોજના ઘણા લોકો મુસાફરી કરી રહ્યા હોય છે. યારે ઘણા લોકો ત્યાં નોકરી તથા ભણતર માટે પણ જતા હોય છે. ત્યારે આ રસ્તાના હિસાબે કોઈ ભયંકર અકસ્માત પણ સર્જાય શકે તેમ છે. યારે આ શહેરને જોડતો ફકત આ એક જ માર્ગ છે. આ રસ્તામાં એક ફટથી સાત ફટ લાંબા ખાડા પડી ગયેલ હોવાથી અહીંયાથી પસાર થવું ખૂબ મુશ્કેલ બન્યું છે.
આ રસ્તાની સ્થિતિ એટલી હદે ખરાબ છે કે અહીંયા રોડ હતો કે કાચો રસ્તો હતો તેનો પણ ખ્યાલ આવી શકે તેમ નથી. જેના હિસાબે કોય પ્રસૂતાને અહીંયા દવાખાને લાવવામાં આવે છે તો જાણે રસ્તામાં જ ડિલિવરી થઈ જાય. શહેરનો મુખ્ય માર્ગ જાણે મગરમચ્છની પીઠ સમાન બની ગયો છે. વધુમાં જાણવા મળતી વિગત મુજબ પહેલેથી જ આ માર્ગ વિવાદમાં સપડાઇ ગયો છે. યારે આ રસ્તો આશરે બે વર્ષ પહેલાં જ બનાવવામાં આવ્યો હતો. ત્યારે નબળી કામગીરીથી લોકોએ વિરોધ કરેલ હતો અને ફરી પાછો આ રસ્તો બનાવ્યો હતો. યારે બેથી ત્રણ વખત બનેલો આ માર્ગ જનતાના કરોડો પિયા ગળી ગયો છે. નબળી નેતાગીરી અને ભ્રષ્ટ્ર નેતાઓ દ્રારા તેમજ હા લઈ રોડની રકમો મંજૂર કરાવી જનતાના કરોડો પિયાથી પોતાના ઘરો ભરી લીધા હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં શહેરની જનતા દ્રારા આ રોડ તત્કાલ બનાવવામાં નહિ તો પાલિકાનો ઘેરાવ કરીશું તેવી લોકાએ ચિમકી ઉચ્ચારી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News