રાજકોટના મવડી નજીક મહાપુજા ધામ ચોક પાસે આજે વહેલી સવારે અકસ્માત થતા એક યુવકનું મોત થયું છે જયારે તેની સાથેના મિત્રને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત સવારે ચાર વાગ્યે બન્યો હતો અને બધં ટ્રક પાછળ અકસેસ સ્કૂટર ઘુસી જવાથી સર્જાયો હતો. મૃત્યુ પામનાર યુવક સુરેન્દ્રનગરના ધજાળા ગામનો હતો અને મિત્ર સાથે મવડીમાં ઘરે જઈ રહ્યો હતો. બનાવના પગલે માલવિયા નગર પોલીસ દોડી ગઈ હતી.
પ્રા વિગત મુજબ મૂળ સાયલાના ધજાળા ગામનો અને શહેરના મવડી વિસ્તારમાં રહેતો ચિરાગ ધર્મેન્દ્રભાઈ રવિયા (ઉ.વ. ૨૬) અને તેનો મિત્ર આદિત્ય દીપુભાઈ આહીર (ઉ.વ.૧૯) બંને આજે વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં અકસેસ સ્કૂટર જીજે–૦૩–૪૪૪૪ નંબરનું લઈને મવડી તરફ જઈ રહ્યા હતા ત્યારે મહાપુજા ધામ ચોક રોડની સાઈડમાં પાર્ક કરવામાં આવેલા બધં ટ્રક પાછળ અકસેસ સ્કૂટર ધડાકાભેર અથડાતા પસાર થતા વાહન ચાલકો સહિતના દોડી આવ્યા હતા અને કોઈએ ૧૦૮ને જાણ કરતા ૧૦૮ મારફત બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં ચિરાગનું ગંભીર ઇજા થવાથી મોત નીપયું હતું જયારે આદિત્યની હાલત ગંભીર જણાઈ રહી છે. બનાવના પગલે માલવિયા નગર પોલીસે અકસ્માત સ્થળ પર અને હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી હતી. મૃતક ચિરાગ મૂળ ધજાળા ગામનો વતની હતો અને એક ભાઈ એક બહેનમાં નાનો હતો, ચાર પાંચ વર્ષથી રાજકોટમાં રહી પ્રાઇવેટ નોકરી કરતો હતો. પિતાને કરિયાણાની દુકાન છે. બંને યુવક કયાં હતા અને કયાં જતા હતા એ હજુ જાણી શકાયું નથી. યુવાન પુત્રના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech