વાડીનારની ઘરફોડ ચોરીમાં એક શખ્સ ઝડપાયો

  • March 21, 2025 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાહન તથા મુદ્દામાલ સાથે પકડી લેતી દ્વારકા એલસીબી



રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય નાઓએ દેવભૂમિ દ્વારકા જીલ્લાના અનડીટેક્ટ ચોરીના ગુન્હાઓ શોધી કાઢી આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડવા સુચના કરેલ હોય જે અનુસંધાને એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. કે.કે.ગોહિલ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ. એ.એલ.બારસીયા તથા પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી નાઓ ચોરીના બનાવો અનુસંધાને ચોર મુદામાલને શોધી કાઢવા સબબ અલગ અલગ ટીમ બનાવી ટેકનીકલ તથા હ્યુમન સોર્સથી જરૂરી માહીતી મેળવી વર્ક આઉટ કરતા હતા.

દરમ્યાન ગઈકાલ તા.૨૦-૦૩-૨૦૨૫ના રોજ એલ.સી.બી. ટીમના એ.એસ.આઈ મસરીભાઇ ભારવાડીયા, જેશલસિંહ જાડેજા, લાખાભાઇ પીંડારીયા નાઓને પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે હુશેન સ/ઓ તાલબ દાઉદ ભાયા ઉ.વ.-30, રહે. વાડીનાર તા.ખંભાળીયા વાળાને વાડીનાર-ભરાણા રોડ ઘડીયાપીરની દરગાહ પાસે હિરોહોન્ડા કંપનીના કાળા કલરના સ્પ્લેન્ડર મો.સા. સાથે પકડી પાડી મજકુર આરોપીની ઉંડાણપુર્વક અને ધનિષ્ટ પુછપરછ કરી મજકુર ઇસમ પાસેથી વાડીનાર ટાઉનમાં નવરાત્રી દરમ્યાન ઘરફોડ ચોરીમાં ગયેલ સોનાના મંગલસુત્રનુ પેન્ડલ કિ.રૂ. ૪૫૦૦૦ તથા વીશેક દિવસ પહેલા જામનગર સાત રસ્તા પાસે પ્રદર્શન ગ્રાઉન્ડમાંથી ચોરાયેલ મો.સા. કિ.રૂ.૧૫૦૦૦ મળી કુલ કિ.રૂ.૬૦૦૦૦ નો મુદામાલ કબજે કરી હુશેન સ/ઓ તાલબ દાઉદ ભાયા આરોપીને પી.આઈ. એ.એલ.બારસીયા નાઓએ પકડી પાડી વાડીનાર મરીન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૦૦૯૬/૨૦૨૫ બીએનએસ કલમ ૩૦૫ વિગેરે મુજબનો વણશોધાયેલ ગુન્હો ડીટેક્ટ કરી આગળની કાર્યવાહી અર્થે વાડીનાર મરીન પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application