દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલ નવી આઈ.સી.યુ. ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ આધુનિક સુવિધાઓથી સજ્જ નવી એક 108 એમ્બ્યુલન્સ પણ ખંભાળિયામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટર એમ.એ. પંડયા અને જિલ્લા પંચાયત પ્રમુખના પ્રતિનિધિના હસ્તે લોકાર્પિત કરાઈ હતી. જે જિલ્લાની એક જૂની 108 એમ્બ્યુલન્સની સામે ફેરબદલ કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેકટરે એમ્બ્યુલન્સની વિશેષતાઓ તથા દર્દીઓ માટે ઉપલબ્ધ કરાયેલી નવી સુવિધાઓ અંગેની 108 ના ઉપસ્થિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી. ત્યાર બાદ લીલી ઝંડી બતાવી, એમ્બ્યુલન્સનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે દેવભૂમિ દ્વારકા જિલ્લાના એમ્બ્યુલન્સના પ્રોગ્રામ મેનેજર મનવીર ડાંગર તથા જિલ્લા સુપરવાઇઝર દિપક ધ્રાણા તથા 1962 ના પ્રોગ્રામ મેનેજર અને 108 ના અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમલાબાગ પોલીસ સ્ટેશન પાસે હવે ‘હીટ એન્ડ ફન’ ની વિચિત્ર ઘટના બની!
December 23, 2024 02:29 PM‘અમારી માધવાણી કોલેજ રાબેતા મુજબ ચાલુ છે, અફવામાં આવવુ નહીં’
December 23, 2024 02:28 PMપોરબંદરના ગ્રામ્યપંથકમાં નવ કરોડથી વધુના રસ્તાના થયા ખાતમુહૂર્ત
December 23, 2024 02:27 PMજેતપુરના કેમિકલયુકત પાણી સમુદ્રમાં જશે તો દરિયો માછલા વિહોણો બની જશે
December 23, 2024 02:25 PMગુજરાત ખારવા સમાજનો નગારે ઘા, ૨૬ ડિસેમ્બરે ગુજરાત બંધ
December 23, 2024 02:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech