સાયબર સિકયોરિટી રિસર્ચર્સે દાવો કર્યેા છે કે લગભગ એક લાખ ફેસબુક યુઝર્સનો અંગત ડેટા લીક થયો છે. જેમાં નામ, પ્રોફાઇલ, ઈ–મેલ, ફોન નંબર અને લોકેશનનો સમાવેશ થાય છે. નવી દિલ્હી સ્થિત નોન–પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન સાયબરપીસનો આરોપ છે કે ફેસબુક (મેટા)ના લગભગ એક લાખ યુઝર્સની અંગત વિગતો ડેટા બ્રીચ ફોરમ પર સામે આવી છે. સંશોધકો કહે છે કે વ્યકિતગત માહિતીના સંપર્કમાં આવવાથી અસરગ્રસ્ત લોકો સામે ફિશિંગ હત્પમલાઓ અને અન્ય દૂષિત પ્રવૃત્તિઓ થઈ શકે છે.
સંશોધકોએ જણાવ્યું હતું કે આ કામ કોઈ અત્યાધુનિક સાયબર ક્રિમિનલ ગ્રુપનું કામ છે કે હેકર્સ અને અન્ય શંકાસ્પદ સંસ્થાઓ તેની પાછળ છે તે નક્કી કરવા માટે તપાસ ચાલુ છે. ફેસબુક ડેટા સુરક્ષા અંગેની ચિંતાઓને કારણે પ્રતિાને નુકસાન થવાની આશંકા છે.
ફેસબુક યુઝર્સની અંગત માહિતીનો ઉપયોગ સાયબર ગુનેગારો કોઈપણ ગુનો કરવા માટે કરી શકે છે. મેટાએ હજુ સુધી સાયબરપીસના દાવાઓ પર ટિપ્પણી કરી નથી. તે દાવો કરી રહી છે કે યુઝર્સના ડેટાની સુરક્ષા પર ખાસ ધ્યાન આપવામાં આવે છે.
સંશોધકોનું કહેવું છે કે યુઝર્સના અંગત ડેટા લીક થવાની ઘટનાને લઈને સંસ્થાઓએ સતર્ક રહેવું જોઈએ. વપરાશકર્તાના ડેટાને સુરક્ષિત રાખવા અને લોકોનો વિશ્વાસ જાળવવા માટે સાયબર સુરક્ષા પગલાંને વધુ મજબૂત બનાવવાની જર છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech