જામજોધપુર બાયપાસ પાસે આઇસરે બાઇકને ઠોકર મારતા એકનું મૃત્યુ

  • December 19, 2024 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટ્રકચાલક સામે ફરીયાદ : હાઇવે પર વધુ એક ગોઝારો અકસ્માત


જામજોધપુર બાયપાસ રોડ પર આઇસર ટ્રકના ચાલકે ગફલતથી ચલાવીને મોટરસાયકલ સાથે અથડાવી અકસ્માત સર્જયો હતો જેમાં એક વ્યકિતનુ મૃત્યુ નિપજયુ છે, આ બનાવ અંગે આઇસર ટ્રકના ચાલક સામે ફરીયાદ કરવામાં આવતા પોલીસે ચાલકની શોધખોળ આદરી છે.


જામનગર પંથકમાં છેલ્લા થોડા સમયથી ગમ્ખવાર અકસ્માતોનું પ્રમાણ વધી રહયું છે, તાજેતરમાં જ હીટ એન્ડ રનની 3 ઘટના સામે આવી હતી, દરમ્યાન જામજોધપુરના ચકલી ચોરા પાસે રહેતા મજુરીકામ કરતા રોહીત બુધાભાઇ મેઘનાથી બાવાજી (ઉ.વ.21) નામના યુવાને ગઇકાલે આઇસર ટ્રક નં. જીજે14ઝેડ-0754ના ચાલક સામે ફરીયાદ નોંધાવી છે.


જેમાં જણાવ્યુ હતું કે ફરીયાદીના પાડોશી તેમના કબ્જાની મોટરસાયકલ નં. જીજે3એફએમ-7902 લઇને આ કામે મરણજનારને બાઇકની પાછળ બેસાડીને જતા હોય તા. 18ના અઢીએક વાગ્યાના સુમારે જામજોધપુર બાયપાસ રોડ પાસે પહોચતા આઇસર ટ્રકના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી બાઇકને પાછળના ભાગે અથડાવી અકસ્માત સર્જયો હતો.


અકસ્માતમાં બાઇકમાં બેઠેલ વ્યકિતને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નિપજયુ હતું અકસ્માત સર્જી આઇસરચાલક નાશી ગયો હતો. દરમ્યાન પોલીસ ટુકડી દોડી આવી હતી અને રોહીતભાઇની ફરીયાદના આધારે ગુનો નોંધી આઇસર ટ્રચાલકની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News