ઠેબા ચોકડી પાસે સર્જાયેલા અકસ્માતમાં બાઇકચાલકે સારવારમાં દમ તોડયો : બંને બનાવમાં કાર અને ટ્રકચાલક સામે રાવ
લાલપુરના એલસી પાર્કીંગ વિસ્તારમાં ટ્રકના ચાલકે બેદરકારીથી ચલાવીને બે વ્યકિતને હડફેટે લીધા હતા જેમાં એકનું મૃત્યુ થયું છે, જયારે થોડા દિવસ પહેલા ઠેબા ચોકડી પાસે સર્જાયેલા અકસ્માતમાં સારવાર દરમ્યાન બાઇક ચાલકનું મૃત્યુ થતા આ બનાવ અંગે ક્રેટા કારના ચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે.
લાલપુરના મોડપર ગામમાં રહેતા આલા હરભમભાઇ મોરી (ઉ.વ.25) તથા વિરમ કાળાભાઇ ગરસર ગત તા. 11ના ટોરસ ટ્રક નં. જીજે10ટીએકસ-9967 લઇને ખાનગી કંપનીમાં સલ્ફર ભરવા માટે ગયા હતા, દરમ્યાન એલસી-10 પાર્કિંગ વિસ્તાર, કાનાલુસ ખાતે ક્ધટેનર ટ્રક નં. જીજે10ટીએકસ-8869ના ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે અને બેદરકારીથી ચલાવી વિરમભાઇ તથા અન્યને હડફેટે લીધા હતા. જેમાં ફંગોળાઇ જતા સાહેદને ગંભીર ઇજાઓ થઇ હતી.
જયારે વિરમભાઇને મોઢા, શરીર પર ટ્રક ફરી વળતા ગંભીર ઇજા સબબ મૃત્યુ નિપજયુ હતું. આ બનાવ અંગે આલાભાઇ મોરી દ્વારા પડાણા પોલીસમાં ટ્રક નં. જીજે10ટીએકસ-8869ના ચાલક સામે ફરીયાદ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
અન્ય એક બનાવમાં જામનગરના મહાપ્રભુજીની બેઠક પાસે રહેતા પરેશ અમૃતલાલ નકુમ (ઉ.વ.32) નામના યુવાને ગત રાત્રીના પંચ-બીમાં ક્રેટા ફોરવ્હીલ નં. જીજે3ઇએ-5182ના ચાલક સામે ફરીયાદ કરી હતી.
ગત તા. 5ના સમય દરમ્યાન ઠેબા ચોકડી રોડ પર ઉપરોકત નંબરની ક્રેટા કારના ચાલકે બેદરકારીપુર્વક ચલાવી યામાહા મોટરસાયકલ નં. જીજે10ડીએફ-4547ને હડફેટે લઇ ચાલકને જીવલેણ ઇજાઓ કરી હતી. દરમ્યાન સારવારમાં તેમનું મૃત્યુ થયું છે. જે અંગેની ફરીયાદના આધારે પોલીસે ક્રેટા ચાલકની ધરપકડ કરવા તપાસ લંબાવી છેેે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: નિવૃત પ્રોફેસરને શેરબજારમાં રોકાણની લાલાચ આપી 50 લાખની છેતરપિંડી કરનાર શખ્સ ઈન્દોરથી ઝડપાયો
January 20, 2025 02:12 PMજામનગર જિલ્લા પંચાયત ખાતે ૨૬૩.૦૮ લાખની પુરાંત સાથેનું બજેટ રજુ, વિપક્ષે વખોડી કાઢ્યું
January 20, 2025 02:10 PMખંભાળિયા: હૃદયરોગના હુમલાએ વિપ્ર યુવાનનો ભોગ લીધો
January 20, 2025 01:28 PMખંભાળિયા ઘરેલુ હિંસાથી રક્ષણના કેસમાં અરજદારની અરજી નામંજૂર
January 20, 2025 01:26 PMખંભાળિયામાં પાણી વિતરણના સંપ તેમજ ફિલ્ટર પ્લાન્ટની સધન સાફ-સફાઈ કરાઈ
January 20, 2025 01:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech