મોરબી: પાવડરની આડમાં છૂપાવેલ બીયરના જથ્થા સાથે એક ઝડપાયો

  • February 08, 2025 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


માળિયા (મીં) નેશનલ હાઇવે રોડ ઉપર આરામ હોટલની સામે હાઈવે રોડ પરથી ટ્રકમાં માટીની પાવડરની બોરીઓની આડમાં છુપાવેલ બીયર ટીન નગં –૨૨૫૬ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં .૩૩,૪૫,૧૬૬ ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી પેરોલ ફર્લેા સ્કોડની ટીમે ઝડપી પાડયો છે યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી પેરોલ ફર્લેા સ્કવોડને સંયુકત ખાનગી રાહે બાતમી મળેલ હોય જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા માળિયા (મી) નેશનલ હાઇવે પર આરામ હોટલની સામે હાઈવે રોડની સાઈડમાં આરોપીએ પોતાના કબ્જા ભોગવટા વાળા ટાટા ટ્રક નંબર –આર.જે.–૧૪–જીએચ–૨૧૩૭ વાળીમા માટીની પાવડરની બોરીઓની આડમાં છુપાવેલ બીયર જથ્થો બીયર ટીન નગં –૨૨૫૬ કી..૨,૮૨,૦૦૦– તથા મોબાઇલ ફોન નંગ–૦૧ તથા ગાડી  તથા, માટીની પાવડરની બોરીઓ વજન ૩૫.૭૪૦ ટન કિ..૫૮,૧૬૬ મળી કુલ કિ..૩૩,૪૫,૧૬૬– ના મુદામાલ સાથે આરોપી ટ્રક ચાલક ટીકારામ પોખરમલ વર્મા (ઉ.વ.૩૪) રહે. રાજસ્થાન વાળાને ઝડપી પાડી પૂછપરછ કરતા અન્ય એક શખ્સ માલ મોકલનાર રોહિત નામના શખ્સનું નામ ખુલતા મોરબી પેરોલ ફર્લેા સ્કોડે બંને આરોપીઓ વિદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ માળિયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application