જામનગરનું ગૌરવ: દોઢ વર્ષની શિવા યુટ્યુબ પર ચમકી

  • March 19, 2024 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની માત્ર દોઢ વર્ષની રુપકડી બાળકી શીવા આહિરે જ્હોનસન બેબીની જાહેરાતમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સમગ્ર જામનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા ભરતભાઈ કચોટ કે જેઓ જિલ્લા માહિતી કચેરી જામનગર ખાતે ફરજ બજાવે છે. જ્યારે જ્યોતીબેન કચોટ સિક્કા ખાતે સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ત્યારે તેમની દીકરીએ નાની ઉંમરે આ પ્રકારની વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી સમગ્ર પરિવારને ગૌરવ અપાવ્યું છે. ઉલ્લેખનીય છે કે શિવા આહીર પોતાની યુ ટ્યુબ ચેનલ તથા ઇન્સ્ટાગ્રામ આઈડી પર ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application