દિવાળીની રજાના દિવસોમાં જૂનાગઢના પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓ ઉમટયા હતા.સૌથી વધુ સકરબાગ પ્રવાસીઓમાં હોટ ફેવરિટ રહ્યો હતો.ગિરનાર રોપ વે, ઉપરકોટ અને સકરબાગ સહિતના સ્થળોએ છ દિવસમાં જ 1.5 લાખથી વધુ પ્રવાસીઓના આગમનથી ઉદ્યોગ વિહોણા જૂનાગઢમાં રજાના દિવસોમાં પણ ધમધમાટ રહ્યો હતો. હજુ આગામી દિવસોમાં પરિક્રમા શરૂ થનાર હોય જેથી જૂનાગઢમાં પ્રવાસ સ્થળોએ પ્રવાસીઓનો ઘસારો રહેશે.
દિવાળીની રજાના દિવસોમાં ફરવા માટે જૂનાગઢના પ્રવાસન સ્થળો હોટ ફેવરિટ રહ્યા હતા. પ્રવાસીઓના ઘસારાના કારણે હોટલ, ગેસ્ટ હાઉસ, રીક્ષા, ટ્રાવેલ્સ, ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ભીડ જોવા મળી હતી. ગિરનાર પર્વત પર રોપવે ઉપરાંત પગથિયાં ચડીને મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચતા પર્વતની ટોચ પર જ્યાં નજર કરો ત્યાં માનવ મહેરામણ જોવા મળ્યું હતું.દિવાળીની રજાના છ દિવસમાં રોપવેમાં 26 હજાર પ્રવાસીઓએ સફર કરી હતી. ભીડના કારણે કંપ્ની દ્વારા ભવનાથ ગ્રાઉન્ડ પાસે બુકિંગ શરૂ કરવામાં આવ્યો હતો ત્યાં પણ સવારથી બપોર સુધી લોકો કતાર બંધ ઊભેલા જોવા મળ્યા હતા.ભીડના કારણે અંબાજી મંદિરે દર્શન માટે પણ કતારો લાગી હતી. ગિરનાર રોપવે અવર-જવર માટે ઉષા બ્રેકો કંપ્ની દ્વારા પ્રવાસીઓને ટિકિટ મળી શકે તે માટે ભવનાથ જિલ્લ ા પંચાયત ગ્રાઉન્ડ પાસે ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે. વહેલી સવારથી ટિકિટ ખરીદવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી કંપ્ની દ્વારા ટિકિટ સરળતાથી મળે તે માટે ખાસ વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી અને અવરજવર માટે વાહન પણ રખાયું હતું જેનો મોટી સંખ્યામાં પ્રવાસીઓએ લાભ લીધો હતો.
ગિરનાર પર્વત ઉપરાંત ઉપરકોટ અને મકબરા નિહાળવા પ્રવાસીઓની ભીડ રહી હતી. ઉપરકોટમાં તો પ્રવાસીઓની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે.તા.30 ઓક્ટોબર થી 4 નવેમ્બર છ દિવસમાં ઉપરકોટમાં 22,000,મકબરામાં 3000,બંને મળી કુલ 25,000 પ્રવાસીઓએ પ્રાચીન સ્થળોની મુલાકાત લીધી હતી. ઉપરકોટ નિહાળવા સવારથી જ લોકો કતાર બંધ ઊભા હતા. ઉપરકોટ માં નવીનીકરણ બાદ અનેક નવા પ્રકલ્પો પણ બનાવવામાં આવ્યા છે જેને નિહાળી પ્રવાસીઓ આનંદિત થયા હતા. પ્રવાસીઓની અવરજવર માટે ઉપરકોટમાં ઈ કાર પણ રાખવામાં આવેલ છે જેમાં બેસી વિવિધ સ્થળોની પ્રવાસીઓએ મુલાકાત લીધી હતીરજાના દિવસોમાં ફરવા માટે પ્રવાસીઓમાં સૌથી વધુ નવાબી સમયના સકરબાગ ઝુની મુલાકાત હોટ ફેવરિટ રહી હતી. જૂનાગઢમાં આવેલ પ્રવાસન સ્થળોમાં સૌથી વધુ સકરબાગઝુમાં પ્રવાસીઓનો ઘસારો રહ્યો હતો. સકરબાગ ઝુના નિયામક નીરવ કુમારના જણાવ્યા મુજબ નિરવકુમાર મકવાણાના જણાવ્યા મુજબ દિવાળીની રજાના દિવસોમાં સકરબાગ ફરવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા હતા તેમાં પણ છેલ્લ ા ત્રણ દિવસથી પ્રવાસીઓનો વધુ ઘસારો છે. ભીડના કારણે વાહન પાર્કિંગ ખીચો ખીચ જોવા મળ્યું હતું. દિવાળી પર્વના 6 દિવસમાં જ સક્કરબાગની 50,000થી વધુમુલાકાતીઓએ મુલાકાત લીધી હતી.અને એશિયાટીક સિંહો સહિત વિવિધ વન્ય પ્રજાતિઓ નિહાળી આનંદીત થયા હતા.હજુ પણ આગામી દિવસોમાં પરિક્રમાની શરૂઆત થતી હોય તેથી જૂનાગઢમાં પ્રવાસન સ્થળોએ લોકોનો ઘસારો રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલોન નહીં ભરનારાને છ માસમાં જ વિલફુલ ડિફોલ્ટર જાહેર કરો
December 23, 2024 10:56 AMઆતંકને આશરો આપનારાનો નાશ કરાશે: મોદી
December 23, 2024 10:55 AMજૂનાગઢ: બી ડિવિઝન પીએસઆઇ પરમારનું તબિયત લથડવાથી મૃત્યુ
December 23, 2024 10:51 AMજૂનાગઢ: ઉબેણ નદીમાં દૂષિત પાણી નહીં અટકે તો ધારાસભ્યની આંદોલનની ચીમકી
December 23, 2024 10:48 AMસૌરાષ્ટ્ર્રમાં ઠંડી વધી પણ કાલથી તાપમાન વધશે
December 23, 2024 10:45 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech