ખંભાળિયાની સેવાકુંજ હવેલીમાં સોમવારથી રોજ અષ્ટાક્ષર મંત્રના સવા લાખ જાપ કરાશે

  • November 29, 2024 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વૈષ્ણવોને લાભ લેવા વહુજીનો અનુરોધ


ખંભાળિયામાં બરછા સ્ટ્રીટ ખાતે આવેલી જાણીતી શ્રી સેવાકુંજ હવેલી ખાતે આગામી સોમવાર તારીખ 2 થી શનિવાર તારીખ 7 સુધી દરરોજ અષ્ટાક્ષર મંત્રના સવા લાખ જાપનો ભવ્ય મનોરથ યોજાયો છે.


માગશર મહિનો એટલે સાક્ષાત પ્રભુનો મહિનો ગણવામાં આવે છે અને જેનું ધાર્મિક મહત્વ ખૂબ જ છે. એકવાર અષ્ટાક્ષર મંત્રનો જાપ કરવાથી દસ ગણું પુણ્ય મળે છે. ત્યારે આ મનોરથના મનોરથી તરીકે વનીતાબેન પાબારી, દિપ્તીબેન ગોકાણી, જ્યોત્સનાબેન સવજાણી, મનિષાબેન વિઠલાણી, કુંજભાઈ સોમૈયા (જામનગર) અને રંજનબેન ગોકાણી રહેશે.

આ પ્રસંગે દરરોજ સવારે 11 થી સાંજે 6 વાગ્યા સુધી જાપના આ આયોજનમાં ઉપસ્થિત રહેવા ધર્મપ્રેમી વૈષ્ણવોને હવેલીના પૂજ્ય માધવી વહુજી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application