વન નેશન વન ઇન્કમ ટેકસ પર ચર્ચા કરવા માટે તૈયાર: નિર્મલા

  • February 08, 2024 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અપ્રત્યક્ષ એટલે કે ઈનડાયરેકટ ટેકસ લગાડવા માટે દેશમાં ૧ જૂલાઈ ૨૦૧૭થી વન નેશન વન ટેકસનાં સિદ્ધાંતનાં આધાર પર જીએસટી લાગૂ કરવામાં આવ્યું છે. ગુડસ એન્ડ સર્વિસિઝ પર હવે એક જ ટેકસ જીએસટી લગાડવામાં આવે છે. તો કેમ વન નેશન વન ઈનકમ ટેકસ લાગૂ થતો નથી એવા સંસદમાં વિપક્ષ પુછાયેલા સવાલનો જવાબ આપતાં નાણામંત્રી નિર્મલા સીતારમણએ કહ્યું હતું કે તેઓ આ મુદા પર ચર્ચા કરવા માટે તૈયાર છે. રાયસભામાં પ્રશ્નોત્તરી સમયે બીજીડીની સાંસદ સુલતા દેવે સવાલ કર્યેા કે દેશમાં વન નેશન વન જીએસટીનું પ્રચલન તો છે તો પછી વન નેશન વન ઈનકસ ટેકસ શા માટે લાગૂ નથી કરવામાં આવી રહ્યું. તેમણે કહ્યું કે હાલનાં સમયમાં ન્યૂ ઈનકમ ટેકસ અને ઓલ્ટ ઈનકમ ટેકસ રિજીમ બંને લાગૂ છે જેને લઈને ટેકસપેયર્સમાં કંયૂઝન છે. દેશમાં કુલ ૩થી ૫૪ કરોડ ટેકસપેયર્સ છે જે ઈનકમ ટેકસ ભરે છે અને તેમની મૂંજવણમાં વધારો થયો છે. નાણામંત્રીએ આ પ્રશ્નનો કોઈ સ્પષ્ટ્ર જવાબ નથી આપ્યો પણ તેમણે કહ્યું કે આ એક ઘણો મોટો અને મહત્વપૂર્ણ મુદો છે જેના પર ચર્ચા માટે હત્પં તૈયાર છું.

૧ ફેબ્રુઆરી ૨૦૨૨નાં બજેટ રજૂ કરતાં નાણામંત્રીએ ન્યૂ ઈનકમ ટેકસ રિજીમ લાગૂ કરવાની ઘોષણા કરી. ન્યૂ ઈનકમ ટેકસ યારે લાગૂ કરવામાં આવ્યું ત્યારે સેવિંગ કે રોકાણ પર ડિડકશન કે ટેકસ છૂટનો લાભ નહોતો મળી રહ્યો. હોમ લોન કે મેડિકલેમ પર પણ ટેકસ છૂટની કોઈ સગવડ નહોતી. ૫૦૦૦૦ પિયા સ્ટેંડર્ડ ડિડકશનનો પણ લાભ ટેકસપેયર્સને નહોતો આપવામાં આવતો.
જેના લીધે ટેકસપેયર્સને ન્યૂ ટેકસ રિજીમ અંતર્ગત વધુ ટેકસની ચુકવણી કરવી પડતી હતી. પણ ન્યૂ રિજીમને આકર્ષક બનાવવા માટે નાણામંત્રીાએ ૨૦૨૩–૨૪નું બજેટ રજૂ કરતાં ન્યૂ રિજીમમાં ફેરફાર કયા. જેમાં ૭ લાખ પિયા સુધીની ઈનકમવાળા લોકોએ ટેકસ નહીં આપવું પડે યારે ઓલ્ડ ટેકસ રિજીમમાં આ લિમિટ ૫ લાખ પિયાની હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application