'એક દેશ,એક ચૂંટણી' બિલ સોમવારે લોકસભામાં રજૂ થશે

  • December 14, 2024 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ સોમવારે સંસદના શિયાળુ સત્રમાં લોકસભામાં વન નેશન વન ઇલેકશન બિલ રજૂ કરશે. સરકારી સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ બિલને સંયુકત સંસદીય સમિતિ (જેપીસી) પાસે ચર્ચા માટે મોકલવામાં આવશે. માહિતી અનુસાર, સરકાર આ બિલને લાંબી ચર્ચા અને સર્વસંમતિ બનાવવા માટે સંયુકત સંસદીય સમિતિ પાસે મોકલશે. જેપીસી તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે વિગતવાર ચર્ચા કરશે અને આ પ્રસ્તાવ પર સામૂહિક સર્વસંમતિની જરિયાત પર ભાર મૂકશે. હાલમાં દેશના અલગ–અલગ રાયોમાં અલગ–અલગ સમયે ચૂંટણી યોજાય છે. કાયદો બન્યા બાદ દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાની તૈયારીઓ ચાલી રહી છે. જો કે, સરકારના આ પગલાનો કોંગ્રેસ અને આપ જેવી ઘણી ઇન્ડિયા બ્લોકની પાર્ટીઓએ વિરોધ કર્યેા છે. વિપક્ષનો આરોપ છે કે આનાથી કેન્દ્રમાં સત્તાધારી પક્ષને ફાયદો થશે. નીતિશ કુમારના જનતાદળ યુનાઈટેડ) અને ચિરાગ પાસવાન જેવા એનડીએના મુખ્ય સાથીઓએ એક સાથે ચૂંટણી યોજવાનું સમર્થન કયુ છે.વન નેશન વન ઇલેકશન ને વારંવાર ચૂંટણીઓથી થતા ખર્ચ અને વિક્ષેપોને ઘટાડવા માટે એક મહત્ત્વપૂર્ણ સુધારા તરીકે જોવામાં આવે છે.
'વન નેશન, વન ઇલેકશન પર વિચારણા કરવા માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ કહ્યું કે ૩૨ રાજકીય પક્ષોએ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું, યારે ૧૫ પક્ષોએ તેનો વિરોધ કર્યેા. આ ઉચ્ચ સ્તરીય સમિતિની અધ્યક્ષતા પૂર્વ રાષ્ટ્ર્રપતિ રામનાથ કોવિંદે કરી હતી. રામનાથ કોવિંદે ઓકટોબરમાં ૭મા લાલ બહાદુર શાક્રી મેમોરિયલ લેકચર દરમિયાન કહ્યું હતું કે ૧૫ વિરોધી પક્ષોમાંથી ઘણાએ અગાઉ કયારેકને કયારેક 'વન નેશન, વન ઇલેકશન'ના વિચારને સમર્થન આપ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application