જ્યારે પણ આપણે કોઈને પહેલીવાર મળીએ છીએ ત્યારે આપણે વાતચીત અને વર્તનની અમુક મર્યાદાઓ નક્કી કરવી પડે છે. આપણે એ વિચાર સાથે કોઈને મળવા જઈએ છીએ કે સામેની વ્યક્તિ પર ક્યારેય ખોટી છાપ ન પડવી જોઈએ. ખાસ કરીને જો કોઈને ડેટ પર જવાનું હોય તો વ્યક્તિ કપડાં, જૂતાં અને ખાવા-પીવાની વસ્તુઓનું પણ ધ્યાન રાખે છે. જો કે, કેટલાક લોકો અહી પણ કાંડ કરે છે.
જોન સ્ટોકટન નામના વ્યક્તિએ પણ આવું જ વિચિત્ર કામ કર્યું. તેણે એક છોકરી સાથે ડેટ ફિક્સ કરી અને પછી તે તેને એવી જગ્યાએ લઈ ગયો જેની છોકરીએ ક્યારેય કલ્પના પણ નહી કરી હોય. સામાન્ય રીતે લોકો ડેટિંગ માટે કોઈ સરસ રેસ્ટોરન્ટ અથવા સુંદર લોકેશન પર જાય છે પરંતુ આ વ્યક્તિ સાવ અલગ જગ્યાએ ગયો, જ્યાં ડુક્કરની રેસ ચાલી રહી હતી.
અહેવાલ મુજબ, જ્હોન સ્ટોકટને પોતે સોશિયલ મીડિયા પર શેર કર્યું છે કે તેને ટિન્ડર દ્વારા પોતાના માટે એક છોકરી મળી છે. જ્યારે તેઓ પહેલીવાર ડેટ પર જઈ રહ્યા હતા ત્યારે તે છોકરીને કોઈ સારી જગ્યાને બદલે પિગ રેસમાં લઈ ગયો. છોકરીએ જણાવ્યું કે તેમની પહેલી ડેટ પર તેનો બોયફ્રેન્ડ તેને ડુક્કરની રેસ પર દાવ લગાવવા લઈ ગયો. અહીં તેણે 50 ડોલર એટલે કે 4182 રૂપિયા પણ જીત્યા, જેનાથી તેમણે ખાવાનું મંગાવ્યું હતું.
જ્યારે લોકોએ આ ઘટના વિશે વાંચ્યું, ત્યારે તેઓએ તેમની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું. એક યુઝરે લખ્યું- આ ખરેખર મજેદાર રહ્યું હશે. કેટલાક લોકોને આ વિચાર પસંદ ન આવ્યો અને કહ્યું કે તે ડુક્કરનો રખેવાળ હોવો જોઈએ. જ્યારે લોકોએ જ્હોનને પૂછ્યું કે તેની ડેટ કેટલી સફળ રહી? આના પર તેણે જવાબ આપ્યો કે તે સમયે મજા આવી હતી પરંતુ બાદમાં તેમનો સંબંધ લાંબો સમય ચાલ્યો નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુરમાં કચરો સળગાવતી વેળાએ દાઝી જતા મહિલાનું મોત
November 14, 2024 10:28 AMકાલાવડમાં લગ્નની લાલચ આપી તરૂણીનું અપહરણ
November 14, 2024 10:27 AMયાત્રાધામ દ્વારકામાં 12.03 કરોડના વિકાસ કામોનું ખાતમૂહુર્ત
November 14, 2024 10:24 AMચોપાટી પર સફાઈ અભિયાનનું નાટક કરતા નેતાઓ અસ્માવતિઘાટે મહા સફાઈ અભિયાન યોજે
November 14, 2024 10:22 AMગિરનારની પરિક્રમા અંતિમ ચરણમાં, ભાવિકોની સંખ્યામાં અર્ધેાઅર્ધ ઘટાડો
November 14, 2024 10:22 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech