લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામના ઉપલક્ષમાં શ્રાવણમાસ ભવ્ય મહોત્સવ અંતર્ગત સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસ પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી દાદાને દિવ્ય ફ્રુટના વાધા અને સિંહાસને ૧ હજાર કિલો ફળોનો શણગાર કરાયો છે. આજે સવારે મંગળા આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ તથા શણગાર આરતી કોઠારી વિવેકસાગર સ્વામી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી. આજે મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના વિશેષ દર્શનનો લ્હાવો લીધો હતો.
મહત્વનું છે કે, આજે બપોરે ૧૧ કલાકે દાદાને કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને સફરજન, કેળા, તરબૂચ, અનાનસ, મોસંબી, નારંગી, દ્રાક્ષ, જામફળ સહિત કુલ ૧૦૦૦ કિલો ફળોનો અન્નકૂટ પણ ધરાવાયો છે.આજે દાદાને કરાયેલાં શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે, આજે હનુમાનજીને શ્રાવણ માસના પહેલાં શનિવારે નિમિત્તે દિવ્ય વાઘા અને સિંહાસને ફાળોથી શણગાર કરાયો છે. જેમાં કુલ ૩૪ પ્રકારના ફળ છે. આ તમામ ફળ અમદાવાથી મંગાવ્યા છે. દાદાના સિંહાસને ફળનો શણગાર કરતાં ૬ સંતો, પાર્ષદ અને ભક્તોને ૪ કલાકનો સમય લાગ્યો હતો. તમામ ફ્રુટ ભક્તોને પ્રસાદમાં આપવામાં આવશે.
શ્રાવણ માસ દરમિયાન દરરોજ સવારે ૭થી ૧૦વાગ્યે યજ્ઞશાળામાં હનુમાન ચાલીસા યજ્ઞ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસ દરમિયાન હરિ મંદિર દિવ્ય હિંડોળાના અનેરા દર્શનનો લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુર તાલુકા પંચાયત પ્રમુખ અને પરિવાર પર હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યઘાત, શેઠવડાળા ગામ સજ્જડ બંધ
November 15, 2024 06:15 PMજામનગર: લાલપુર બાયપાસ પાસે સેટેલાઇટ પાર્કમાં રહેણાક મકાનમાં આગ ભભુકી, ફાયર ટીમે બુઝાવી આગ
November 15, 2024 06:09 PMડાયાબીટીસને કન્ટ્રોલ કરવા આહારમાં સામેલ કરો આ અનાજ
November 15, 2024 05:10 PMરાજકોટ નાગરિક બેંકની ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ
November 15, 2024 04:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech