૨૨ જાન્યુ.એ રાજકુમાર કોલેજએ રજા જાહેર કરી: ગુજરાતની પ્રથમ સ્કૂલ બની

  • January 13, 2024 04:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી તારીખ ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ પ્રતિા મહોત્સવના ઐતિહાસિક રાજકોટની રાજકુમાર કોલેજ દ્રારા ૨૨ જાન્યુઆરીએ રજા જાહેર કરવામાં આવી છે આ સાથે રાજકુમાર કોલેજ સમગ્ર ગુજરાતની પ્રથમ એવી સ્કૂલ બને છે કે જેને રામ જન્મભૂમિ પ્રતિા મહોત્સવના દિવસે સત્તાવાર હોલીડે જાહેર કર્યેા છે. સમગ્ર રાષ્ટ્ર્ર જ નહીં વિશ્વમાં ૨૨ જાન્યુઆરીએ ઇતિહાસ રચવાનો છે આ દિવસ સુવર્ણ પૃ પર અંકિત થવાનો છે. સમગ્ર રાયમાં શાળા સંચાલકો દ્રારા પણ ૨૨મી જાન્યુઆરીએ સત્તાવાર રજા જાહેર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી હજુ આ બાબતે સરકાર દ્રારા કોઈ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી તે દરમિયાન રાજકોટની રાજાશાહી વખતની રાજકુમાર કોલેજ ના ટ્રસ્ટીઓએ આ ઐતિહાસિક નિર્ણય લઈ નવી પેઢીને શ્રી રામ પ્રતિા મહોત્સવ ના સાક્ષી બનવાની તક આપી છે.
આ વિશે રાજકુમાર કોલેજના પ્રેસિડેન્ટ માંધાતાસિંહએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તાજેતરમાં રાજકુમાર કોલેજમાં વાર્ષિક રમતોત્સવ ૨૦૨૩–૨૦૨૪ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન ભાવનગરના રાજવી, મૂળીના ઠાકોર સાહેબ, લાઠીના ઠાકોર સાહેબ તેમજ આર.કે.સીના પ્રેસિડેન્ટ અને વાર્ષિક ઉત્સવના ચીફ ગેસ્ટ તરીકે તેઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે રાજકોટના ઠાકોર અને રાજકુમાર કોલેજના પ્રેસિડન્ટ માંધાતાસિંહ એ તેમના પ્રાસંગિક ઉદબોદનમાં કહ્યું હતું કે, અભ્યાસ ની જેમ રમત ગમતમાં પણ આપણે દીકરા દીકરીઓને પ્રોત્સાહિત કરીએ છીએ, આપણા દેશના આંગણે ૨૨મી જાન્યુઆરીએ જે દિવસની રાહ આપણે સાડા પાંચસો વર્ષથી જોઈ રહ્યા હતા તે દિવસ આવ્યો છે અને ભગવાન રામલલ્લાની ધામધૂમથી પધરામણી થવા જઈ રહી છે ત્યારે આ ઉત્સવ માત્ર રાષ્ટ્ર્ર કે વિશ્વનો નહીં પણ સમસ્ત બ્રહ્માંડ માટેની અનુભૂતિ છે.

૨૨ જાન્યુઆરીએ સમગ્ર રાષ્ટ્ર્રમાં જાહેર રજા જાહેર થવી જોઈએ તેવી દેશવાસીઓ માંગણી છે ત્યારે રાજકોટની રાજકુમાર કોલેજના ટ્રસ્ટીઓએ અદભુત નિર્ણય લઇ આ દિશામાં પહેલ કરી છે અને આ દિવસે રાજકુમાર કોલેજમાં શૈક્ષણિક કાર્ય બધં રહેશે અને વિધાર્થીઓને પણ ટેલિવિઝન અને ડિજિટલ માધ્યમથી રામ પ્રતિા મહોત્સવ નિહાળવા માટે ટ્રસ્ટીઓએ અપીલ કરી હતી. આ દિવસે સ્કૂલ કેમ્પસમાં પણ દિવાળી જેવોમાં હોય સર્જાશે અને દીપ પ્રવલિત થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application