સ્ટાર પિસ્તોલ શૂટર મનુ ભાકર એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કર્યા બાદ બુધવારે ઘરે પહોંચી હતી. ભારત પહોંચ્યા બાદ મનુ ભાકર કોંગેસનાં આ દિગ્ગજ નેતાને મળ્યા છે. એ દિગ્ગજ નેતા બીજું કોઈ નહી પરંતુ કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી છે. જેની સાથે મનુ ભાકરે મુલકાત કરી હતી.
કોંગ્રેસ પાર્ટીએ લખ્યું, "પેરિસ ઓલિમ્પિકમાં બે બ્રોન્ઝ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવનાર મનુ ભાકરે આજે CPP અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી." અગાઉ, જ્યારે મનુ ભાકર ભારત પહોંચ્યા, ત્યારે સતત ઝરમર વરસાદ હોવા છતાં, સેંકડો સમર્થકો અને તેમના પરિવારના સભ્યોએ અહીં તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. મનુને પેરિસથી દિલ્હી લાવનાર એર ઈન્ડિયાની ફ્લાઈટ એક કલાકના વિલંબ સાથે સવારે 9.20 વાગ્યે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી હતી.
ઝરમર વરસાદમાં પણ તેમના આગમન પહેલા એરપોર્ટ પર રાહ જોઈ રહેલા સેંકડો લોકોએ તેમનું અને તેમના કોચ જસપાલ રાણાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. 22 વર્ષની ખેલાડીએ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને ત્યારબાદ સરબજોત સિંહની સાથે 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આઝાદી પછી એક જ ઓલિમ્પિક ગેમ્સમાં બે મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય ખેલાડી છે.
તેમના પહેલા માત્ર બ્રિટિશ મૂળના ભારતીય એથ્લેટ નોર્મન પ્રિચાર્ડે 1900 ઓલિમ્પિકમાં 200 મીટર સ્પ્રિન્ટ અને 200 મીટર હર્ડલ્સમાં સિલ્વર મેડલ જીતીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. ભારત જતા પહેલા મનુ ભાકરે કહ્યું હતું કે તેણી ભવ્ય સ્વાગતની અપેક્ષા રાખી રહી છે. યુવા ખેલાડી એરપોર્ટની બહાર આવતાની સાથે જ તેનું પુષ્પગુચ્છ, માળા અને ઢોલ વગાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે મનુ અને તેના કોચ જસપાલ રાણા બહાર આવ્યા ત્યારે તેમના પર ફૂલની પાંખડીઓ વરસાવી હતી. આ પછી લોકોએ મનુ અને તેમના કોચને ખભા પર ઊંચક્યા હતા. ભીડને કાબૂમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ પણ તૈનાત કરવામાં આવી હતી.
વર્લ્ડ કપમાં ઘણી વખત ગોલ્ડ મેડલ જીતી ચૂકેલી મનુ ભાકર સ્મિત સાથે લોકોનું અભિવાદન સ્વીકારી રહી હતી અને પેરિસ ઓલિમ્પિકમાં જીતેલા તેના બે મેડલ લોકોને ગર્વથી બતાવી રહી હતી. મનુના માતા-પિતા રામ કિશન, સુમેધા અને તેના ગૃહ રાજ્ય હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરાખંડના રમતપ્રેમીઓ અને અધિકારીઓ પણ મનુના સ્વાગત માટે આવ્યા હતા. જસપાલના પિતા નારાયણ સિંહ રાણા એરપોર્ટ પર હાજર હતા. ઉત્તરાખંડના ભૂતપૂર્વ રમતગમત મંત્રી નારાયણ સિંહ રાણાએ કહ્યું, “આ અમારા માટે ગર્વની વાત છે કે એક ભારતીય દીકરી ઓલિમ્પિકમાં બે મેડલ જીતીને ઈતિહાસ રચીને પરત આવી રહી છે. આવું પહેલા ક્યારેય બન્યું નથી. તેણી માત્ર 22 વર્ષની છે. મનુ ભાકર બપોરે રમતગમત મંત્રી મનસુખ માંડવિયાને મળશે. રવિવારે સમાપન સમારોહમાં હાજરી આપવા માટે તે શનિવારે પેરિસ પરત ફરશે જ્યાં તે ભારત માટે ધ્વજ ધારકોમાંની એક હશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMવિશ્ર્વ ખેડૂત દિવસ : જગતનો તાત હજી પણ કુદરતના ભરોસે
December 23, 2024 04:25 PMસતત બીજા દિવસે પણ ભાવનગરમાં ધાબડિયુ વાતાવરણ સર્જાતા ટાઢોડુ વ્યાપ્યુ
December 23, 2024 04:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech