ચીનના સમર્થક ઓલીએ પોત પ્રકાશ્યું ભારતીય વિસ્તારો પર દાવો દોહરાવ્યા

  • July 23, 2024 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચીનના સમર્થક ઓલીએ ભારતીય વિસ્તારો પર દાવો કરતા ભારત-નેપાળ સરહદ વિવાદ ફરી ગરમાયો છે. નેપાળના વડાપ્રધાન બનતાની સાથે જ ઓલીએ કહ્યું કે તેમની સરકાર આંતરરાષ્ટ્રીય સીમાઓ પર અડગ છે.નવા વડાપ્રધાન કેપી શમર્િ ઓલીએ લિમ્પિયાધુરા, લિપુલેખ, કાલાપાની સહિતના મહાકાલી નદીના પૂર્વ વિસ્તારને પોતાનો હોવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ભારત-નેપાળ સરહદ વિવાદ રાજદ્વારી તંત્ર દ્વારા ઉકેલવામાં આવશે. ઓલીએ કહ્યું કે કાઠમંડુ તેની આંતરરાષ્ટ્રીય સીમાઓ અંગે સ્પષ્ટ અને મક્કમ છે.હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં વિશ્વાસ મત જીત્યાના એક દિવસ પછી, કેપી શમર્િ ઓલી સાંસદોના પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન, તેમણે કહ્યું કે સરકાર એ હકીકત પર મક્કમ અને સ્પષ્ટ છે કે ’1816ની સુગૌલી સંધિ અનુસાર, લિમ્પિયાધુરા, કાલાપાની, લિપુલેખ અને મહાકાલી નદીના પૂર્વના વિસ્તારો નેપાળના છે.’ ઓલીએ કહ્યું કે સંઘીય સંસદ અને સરકાર દેશની આંતરરાષ્ટ્રીય સીમાઓ અંગે સ્પષ્ટ અને મક્કમ છે.

ઓલી રાજદ્વારી માધ્યમથી સરહદ વિવાદ ઉકેલશે
ઓલીએ કહ્યું કે 2017માં બંધારણના બીજા સંશોધન દ્વારા નેપાળે આંતરરાષ્ટ્રીય સરહદોને લઈને નવો નકશો અપ્નાવ્યો છે. તેમણે કહ્યું કે આનો ઉલ્લેખ તેના પરિશિષ્ટ 3માં કરવામાં આવ્યો છે અને આંતરરાષ્ટ્રીય સીમાઓ અંગે આપણા દેશમાં અભૂતપૂર્વ સર્વસંમતિ સધાઈ છે. ઓલીએ કહ્યું કે બંને દેશોના વડા પ્રધાનોની બેઠક દરમિયાન રાજદ્વારી માધ્યમથી સરહદ વિવાદનો ઉકેલ લાવવા પર સહમતિ બની હતી. ઓલીએ કહ્યું કે ’નેપાળ-ભારત વિદેશ મંત્રી સ્તરના સંયુક્ત આયોગની સાતમી બેઠક 4 જાન્યુઆરીએ યોજાઈ હતી. આ દરમિયાન નેપાળ-ભારત સરહદ સંબંધિત મુદ્દાઓ પર ચચર્િ કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે નેપાળ-ભારત સરહદના બાકીના ભાગો પરના બાકી કામો જલ્દી પૂર્ણ કરવામાં આવે.

નેપાળે વર્ષ 2020માં નવો નકશો બહાર પાડ્યો હતો
હકીકતમાં, વર્ષ 2020માં, આંતરરાષ્ટ્રીય સરહદોને લઈને કાઠમંડુ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નકશા પછી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો. આ નકશામાં ત્રણ ભારતીય પ્રદેશો- લિમ્પિયાધુરા, કાલાપાની અને લિપુલેખ નેપાળના ભાગ તરીકે દશર્વિવામાં આવ્યા છે. નેપાળના આ નકશાને તે સમયે ભારતે ફગાવી દીધો હતો. ઉપરાંત, ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે ’નેપાળના દાવા ઐતિહાસિક તથ્યો અને પુરાવાઓ પર આધારિત નથી. જો કે હવે આ વિવાદ ફરીથી વધુ ગરમાય તેવી શક્યતાઓ છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application