સપ્તરંગી દૂનિયામાં દરેક જાતનું સુખ ઈશ્ર્વરે આપ્યું નથી હોતું જેમ પાંચેય આંગળીઓ સરખી નથી હોતી એમ દરેકના જીવનમાં કાંઈકને કાંઈક ઓછું વધું હોય છે. તેમ માનવ શરીર પણ ભગવાનની દેન છે અને તેમાં પણ કેટલાક લોકો જન્મજાત ક્ષત્તીઓ સાથે આજે પણ જીંદગીની સફર માણી રહયાં છે. ભગવાને ભલે તેમના માનવશરીરના અંગોમાં ક્યાંક પૂર્ણતા પૂરી કરી નથી પરંતુ તેને કોઈપણ અન્ય રીતે પૂર્ણતા ઈશ્ર્વરે અચૂક પણે આપી હશે ત્યારે આવા દિવ્યાંગ લોકોની સાથો સાથ જેમના જીવનની સફરમાં ગઢપણની લાકડી બને તેવા આધારસ્તંભ દિકરાઓનું સુખ હોવા છતાં આજે જે માતા-પિતા નિરાધાર થઈ વૃધ્ધાશ્રમમાં જીંદગી વિતાવી રહયાં છે તેવા વૃધ્ધો પોતાની જાતી જીંગદીએ પણ ફુલગુલાબી દૂનિયાની સોડમ માણી શકે અને નવરાત્રી ઉત્સવ-ગરબાને સૌની સાથે હરખભેર રમી શકે તે માટે હંમેશા આજકાલ અખબારી ભાષાની સાથે સમાજની પારિવારીક જવાબદારીની પણ એક અલગ ભાષ્ાા ચાતરી સમાજનો એક ભાગ બન્યું છે. આજકાલ ગરબામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામા શહેરની સામાજીક ના દિવ્યાંગો, વૃધ્ધો, બાળકોને માનભેર આમંત્રિત કરી તેમની સાથે ગરબા રમવાની અનોખી પરંપરા આજકાલે જાળવી રાખી હતી.
આ તમામ લોકો સાથે આજકાલના ધરોહર ધનરાજભાઈ જેઠાણી, આજકાલના એમ.ડી. ચંદ્રેશભાઈ જેઠાણી, મેનેજિંગ એડિટર અનિલભાઈ જેઠાણી, ગૃપ એડિટર કાનાભાઈ બાંટવા તેમજ આજકાલ પરિવાર સાથે સ્નેહના સૂર- તાલથી ગરબા ઘૂમ્યાં હતા. આ અવસરે સિંધી સમાજના પ્રમુખ લીલારામભાઇ પોપટાણી, બ્રિજલાલભાઈ સોનવાણી, આત્મારામભાઈ બેલાણી, રાજાભાઈ હિન્દુજા, ક્રિપાલભાઈ કુંદનાણી, ભાઈસાબ ભરતભાઈ મસંદ સાહેબ, ડીવાયએસપી ધર્મેન્દ્ર ગુરનાણી, મહેશભાઈ જીવાણી, લાજુબેન બાલચંદાણી, અનિતાબેન ચાંદ્રાણી, મંગારામ ધીરવાણી, ગુડીબેન ધીરવાણી, જીમ્મીભાઈ અડવાણી, ભરતભાઈ સોનવાણી, રાજેન્દ્રભાઇ સોનવાણી,જગદીશભાઈ સોનવાણી,ડી.વી.મહેતા (જીનિયસ સ્કૂલ), હિમાંશુભાઈ જોષી (બિલ્ડર), પરેશભાઈ પારેખ, અગ્રણી બિલ્ડર અને જૈન શ્રેષ્ઠિ મુકેશભાઈ શેઠ, એબિટ્સ ફામર્મિાના તેજસભાઈ હાથી, રાજેન્દ્રસિંહ વાળા સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
કુદરતે આપેલી શારીરીક કેટલીક ખોટના કારણે સામાન્ય વ્યક્તિની જેમ ગ્રાઉન્ડમાં ગરબા રમી ન શક્તા દિવ્યાંગોને તેમની વ્હીકલમાં બેસાડી આજકાલમાં ગરબા રમાડવામાં આવ્યાં હતાં તો અબાલ વૃધ્ધો, બાળકોને પણ જાણે ઉડવા આકાશ મળ્યું હોય તેમ ખુલ્લા ગરબાના ગ્રાઉન્ડમાં બધું ભૂલીને મનમુકીને ગરબા રમ્યા હતાં. આ સાથે સમગ્ર વાતાવરણમાં એક સદભાવનાની સુવાસ પ્રસરી હતી. ગરબા રમતા વૃધ્ધો, દિવ્યાંગો, ઝૂંપડપટ્ટીના બાળકો સહિતનાઓને હરખ ઘેલા બની પ્રફુલ્લીત મને ગરબા રમ્યા હતા.
આ સંસ્થાઓના દિવ્યાંગો, બાળકો અને વૃધ્ધો આજકાલના ખેલૈયા બન્યા હતા
નારાયણ નગરી સંસ્કાર કેન્દ્ર, રમણીક કુંવરબા વૃદ્ધાશ્રમ, દીકરાનું ઘર-ઢોલરા, સદભાવના વૃદ્ધાશ્રમ, બહેરા મૂંગા વ્યક્તિઓની સંસ્થા, અંધ મહિલા વિકાસ ગૃહ, માહેશ્વરી માતા વૃદ્ધાશ્રમ-રતનપર, માતૃછાયા વૃદ્ધાશ્રમ (રતનપર), મધર ટેરેસા આશ્રમ, સ્નેહ નિર્જર પરમાર્થ ટ્રસ્ટ, નવ શક્તિ વિદ્યાલય, યુનિક વિકલાંગ સંસ્થા, સ્પેશિયલ: હોમ ફોર બોયઝ, કાઠિયાવાડી બાલાશ્રમ, આર.ડી.એન.પી. અને સેતુ સંસ્થાના દિવ્યાંગો, બાળકો અને વૃધ્ધો આજકાલના ખેલૈયા બની ગરબા ઘૂમ્યા હતા અને તક્ષ મહેતા અને તેમની ટીમનો સહયોગ રહ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech