નવો પંબન બ્રિજ ખુલ્લો મુકાઈ જતા ઓખા-રામેશ્વરમ એક્સપ્રેસ મંડપમ સુધીને બદલે છેક સુધી જવાનું શરૂ

  • April 10, 2025 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દક્ષિણ રેલ્વે દ્વારા રામેશ્વરમ અને મંડપમ વચ્ચે સ્થિત પ્રખ્યાત પંબન બ્રિજનું નવીનીકરણ કાર્ય પૂર્ણ થયા પછી, રેલ ટ્રાફિક માટે ફરીથી ખોલવામાં આવ્યો છે. આ કારણે, ટ્રેન સંખ્યા 16734 ઓખા- રામેશ્વરમ એક્સપ્રેસ તાત્કાલિક અસરથી દર મંગળવારે ઓખાથી 08.40 વાગ્યે ઉપડશે અને મંડપમ સ્ટેશનને બદલે ફરીથી રામેશ્વરમ સ્ટેશન સુધી જશે. આ ટ્રેન ગુરુવારે ૧૯.૧૦ વાગ્યે રામેશ્વરમ પહોંચશે. પરત મુસાફરીમાં, ટ્રેન નં. ૧૬૭૩૩ રામેશ્વરમ- ઓખા એક્સપ્રેસ પણ તાત્કાલિક અસરથી મંડપમને બદલે રામેશ્વરમથી શરૂ થશે અને ઓખા સુધી જશે. આ ટ્રેન દર શુક્રવારે રામેશ્વરમથી 22.30 વાગ્યે ઉપડશે અને સોમવારે 10.20 વાગ્યે ઓખા પહોંચશે. આ ઉપરાંત આ ટ્રેનમાં જતા આવતા બંને વખત મંડપમ અને રામનાથપુરમ સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application