ચોર ગેંગ તરીકે ઓળખાતી : દ્વારકા એસપી નિતેશ પાંડેયનો સપાટો
સલાયા-ખંભાળીયા વિસ્તારમાં ઘણા સમયથી ગુનાહીત પ્રવૃતીઓ આચરનીને આતંક મચાવનાર તેમજ સ્થાનીક કક્ષાએ ચોર ગેંગ તરીકે ઓળખાતી ટોળકીના મુખ્ય સુત્રધાર સહિતના શખ્સો વિરુઘ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાતા ચકચાર મચી ગઇ છે.
રાજયમાં છેલ્લા ઘણા સમયથી સંગઠીત ગુનાઓ સમાજ માટે ગંભીર-પડકારજનક બને છે જેનાથી ગેરકાયદે સંપતી, કાળા નાણાનું પ્રમાણ મહદ હોવાથી અર્થતંત્ર ઉપર પ્રતિકુળ અસર થઇ રહી છે, સરકાર દ્વારા આ પ્રકારની ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડીકેટને નેસ્તનાબુદ કરવના પ્રયાસના ભાગપે 2015માં ગુજરાત આતંકવાદ અને સંગઠીત ગુના નિયંત્રણ અધિનીયમ (ગુજસીટોક) પસાર કરી આ દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ દ્વારકા જીલ્લા પોલીસવડા નિતેશ પાંડેયના સીધા સુપરવિઝન હેઠળ અને સુચના મુજબ એલસીબી ટીમ દ્વારા જરી વર્કઆઉટ કરવામાં આવ્યુ હતું.
ગત તા. 18-3-24 સલાયા મરીન પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એકટ મુજબનો ગુનો નોંધાયેલ ગુનાના કામે ગુપ્ત ઇન્કવાયરીના અંતે સલાયા વિસ્તારમાં લુંટ, ખુનની કોશિષ, રાયોટીંગ, ઘરફોડ ચોરીઓ, પોલીસ સાથે ઘર્ષણ, મારામારી, દા, જુગાર વિગેરે જેવા ગંભીર પ્રકારના 51 જેટલા ગુનાઓ આચરી અવીરતપણે છેલ્લા 10 વર્ષ ગુનાહીત પ્રવૃતીઓ કરી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડીકેટ કાર્યરત હોવાનું જણાયુ હતું.
જેના મુખ્ય સુત્રધાર તરીકે એજાઝ રજાક સંઘાર, રીઝવાન રજાક સંઘારના વડપણ હેઠળ સલાયા વિસ્તારમાં રહેતા વેપારી, સજજન માણસોમાં ડરનો ખોફ ઉભો કરી સત્ત ગુનાહીત પ્રવૃતી આચરી આર્થિક અનુચીત લાભ મેળવતા હોવાનું બહાર આવ્યુ હતું. આ સિન્ડીકેટના સદસ્યો વિરુઘ્ધ તા. 24-5-24ના રોજ ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જે ગુજરાત રાજયમાં પ્રથમવાર એક એનડીપીએસ ગુના ઉપરથી ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરાઇ છે. ઓર્ગેનાઈજ ક્રાઇમ સિન્ડીકેટમાં આરોપીઓની સંડોવણી સદર કાર્યવાહીમાં 9 આરોપીઓ જેમાં રીઝવાન રજાક સંઘાર, એજાઝ રજાક સંઘાર બંને ભાઇઓ મુખ્ય સુત્રધાર તરીકે પોતાના મળતીયા અને અન્ય આરોપીઓમાં અકરમ રજાક સંઘાર, અકબર રજાક સંઘાર, અસગર રજાક સંઘાર, શબીરહુશેન ઉર્ફે ભુરો ગુલામહુશેન સુભણીયા, અબ્દુલ કરીમ ઉર્ફે કરીમ સલીમ કરીમ ભગાડ, જાવીદ આદમ જસરાયા, જીલ ઉર્ફે જીલીયો કેતન વાઘેલા રહે. તમામ સલાયા તથા તપાસમાં જે નીકળે તે વિગેરે વિરુઘ્ધ ગુજસીટોકના કાયદા મુજબ સમાવીષ્ટ કરવામાં આવેલ છે.
આરોપીઓને ઝડપી પાડવા દ્વારકા એલસીબી, એસઓજીની પાંચ અલગ અલગ ટીમો તૈયાર કરી કાર્યવાહી કરવામાં આવી હતી, અકબર, અસગર, શબીરહુશેન, અબ્દુલ કરીમ, જાવીદને હસ્તગત કરવામાં આવ્યા છે જેમાં દરીયાઇ રસ્તે નાશી છુટવાનો પ્રયાસ કરનાર આરોપીઓનો પણ સમાવેશ થાય છે, મુખ્ય સુત્રધારો સહિત અન્ય આરોપીઓ મળી રીઝવાન સંઘાર, એજાઝ સંઘાર, અકરમ સંઘાર, જીલ વાઘેલા જેઓ હાલ કોર્ટ કસ્ટડી હેઠળ જેલ હવાલે છે.
આ સિન્ડીકેટના મુખ્ય સુત્રધારના પિતા રઝાક ઇશાક સંઘાર જેઓ ભુતકાળમાં 1993ના વર્ષ દરમ્યાન સોમાલીયાથી ગેરકાયદે રીતે લઇ આવેલ એક કાબર્ઇિડ ગન તથા કાર્ટીઝ હથિયારના ગુના પણ પકડાયેલ હતા તેઓ વિરુઘ્ધ ટાડા એકટ મુજબની કાર્યવાહી પણ કરવામાં આવી હતી, સલાયા વિસ્તારમાં મહત્તમ વહાણવટી ધંધા સાથે સંકળાયેલા વેપારી લોકો છે જેની નીચે સામાન્ય લોકો મજુરી કામ કરતા આવ્યા છે, જે પૈકી મોટાભાગના વેપારીને આ ચોર ગેંગ ડરાવી ધમકાવી ખંડણીની રકમ વસુલી કરતા આવેલ છે જો કોઇ ખંડણી ન આપે તો વહાણ સળગાવી દેવાની કે ચોરી કરવાની ધમકી આપી બળજબરીથી પૈસા પડાવે છે.
પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવા નિર્દોષ લોકો સાથે ઝઘડો કરે, દુકાનેથી વસ્તુ લઇ પૈસા ન આપે નાર્કોટીસને લગતી પ્રવૃતી આચરવી, દાદાગીરી કરવી, હથિયાર સાથે રાખવું, પોલીસ કાર્યવાહીમાં વિક્ષેપ ઉભો કરવો, હુમલા કરવા, લુંટ ચલાવવી, ગાંજા જેવા પદાર્થનું વેચાણ કરવું વિગેરે જેવી અનેક પ્રવૃતીઓ આરતા હોવાથી આ ગેંગનો ખોફ રહેલો છે.
ડીવાયએસપી હાર્દિક પ્રજાપતી, એલસીબી પીઆઇ કે. કે. ગોહીલ, એસઓજી પીઆઇ પી.સી. સીંગરખીયા, એલસીબી પીએસઆઇ બી.એમ. દેવમુરારી, સલાયા મરીનના પીઆઇ વી.એન. સીંગરખીયા તથા સ્ટાફ દ્વારા સંયુકત કામગીરી કરવામાં આવી હતી આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડીકેટને નાથવા સંયુકત એક ખાસ તપાસ ટીમ સીટની રચના પણ કરવામાં આવેલ છે જેઓ અસરકારક પરિણામલક્ષી તપાસની કાર્યવાહી કરી રહયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech