બેટ દ્વારકામાં પણ એક માછીમાર સામે કાર્યવાહી
દેવભૂમિ દ્વારકા જિલ્લો ગુજરાત રાજ્ય અને ભારતનો છેવાળાનો જિલ્લો હોય, અહીં આવેલી વિશાળ જળસીમાના કારણે આતંકી કૃત્યો થવાની પૂરી દહેશત વચ્ચે સાવચેતી રાખવા તેમજ હાલ ચોમાસા સંદર્ભે માછીમારી સહિતના વિવિધ નિયમોને અનુસરવા માછીમારોને જાહેર તાકીદ કરવામાં આવે છે. તેમ છતાં પણ કેટલાક માછીમારો ટોકન લેવા સહિતની બાબતે ગંભીર બેદરકારી દાખવતા આ સંદર્ભે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે.
દ્વારકા પોલીસ વિભાગ દ્વારા આ અંગે કરવામાં આવેલી કાર્યવાહીમાં દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા ઈસ્માઈલ ઈશા લુચાણી (ઉ.વ. 35) તેમજ અન્ય આરોપી એવા દોસ્તાના બોટના ટંડેલ ઈરફાન કાસમ લુચાણી દ્વારા આરોપી એવા દોસ્તાના બોટના માલિક ઈશા લુચાણી દ્વારા પોતાની ફિશિંગ બોટ મારફતે દરિયામાં માછીમારી કરવા જતા પોલીસે વિવિધ મુદ્દે કાર્યવાહી કરી હતી.
ઝડપાયેલા આરોપી ઈસ્માઈલ લુચાણી દ્વારા હાલની પરિસ્થિતિમાં કોઈપણ સમયે દરિયામાં તોફાન આવી શકે તેવા વાતાવરણ વચ્ચે તેની બોટમાં જી.પી.એસ. સિસ્ટમ રાખ્યા વગર ચોક્કસ દિશાનું માર્ગદર્શન મેળવ્યા સિવાય રાત્રિના સમયે આઈ.એમ.બી.એલ. ક્રોસ કરીને પાકિસ્તાનની જળ સીમામાં પ્રવેશ કરી જવાય તેમજ બોટમાં કોઈપણ સમયે ઇંધણ તેમજ રસોઈના સામાન ખુટી જવા કે દરિયાના પાણીના વહેણમાં બદલાવ આવવાથી બોટમાં નુકસાની થવાની કે બોટ ડૂબી જવાના જોખમની જાણ હોવા છતાં પણ માછીમારી કરવા ગયા હતા.
આ પોલીસ ફરિયાદમાં હાલ ફરાર જાહેર કરવામાં આવેલા બે આરોપી પૈકી બોટના માલિક કાસમ ઈશાએ પોતાના અંગત ફાયદા માટે તેમજ અન્ય ફરાર આરોપી એવા ઈરફાન કાસમ દ્વારા બોટમાં સવાર ખલાસીઓને મોકલી બંનેએ માછીમારી બોટમાં સવાર થઈ, ટંડેલ આરોપી ઈરફાન કાસમ નાસી છૂટ્યો હતો.
આ રીતે બોટમાં સેફ્ટીના સાધનો કે અગ્નિશામક સાધનો, જી.પી.એસ. સિસ્ટમ રાખ્યા વગર માછીમારી કરવાના આ પ્રકરણમાં પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ તેમજ ગુજરાત મત્સ્યોદ્યોગ સુધારા વટહુકમની કલમ હેઠળ ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. ટી.ડી. ચુડાસમા દ્વારા હાથ ધરવામાં આવી છે.
અન્ય એક કાર્યવાહીમાં બેટ દ્વારકા પોલીસ દ્વારા બાલાપર વિસ્તારમાં રહેતા આદમ હાસમ સુંભણીયા (ઉ.વ. 47) નામના માછીમાર શખ્સ સામે મંજૂરી વગર પોતાની માછીમારી બોટ "મહેબૂબે કિરમાણી" લઈને દરિયામાં માછીમારી કરવા જતા તેની સામે ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદા અન્વયે ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપનીર લવર્સ માટે બેસ્ટ છે ચીલી પનીરની રેસીપી, ઝડપથી જાણી લો તેને બનાવવાની સરળ રીત
May 18, 2025 03:27 PMગામડું બોલે છે : રાજકોટ જિલ્લાના વેરાવળ ગામમાં મોડી રાત સુધી ચાલે છે ગ્રામ પંચાયત
May 18, 2025 02:51 PMજામનગરના કનસુમરા ગામ નજીક નકલી વિદેશી દારૂ બનાવવાની મીની ફેક્ટરી ઝડપાઈ
May 18, 2025 02:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech