ઓડિશા સરકારે ગત રાત્રે ભુવનેશ્વરમાં તેના સત્તાવાર નિવાસસ્થાને મહિલા નિરીક્ષક અને તેના પરિવાર સાથે કથિત રીતે ગેરવર્તન કરવા બદલ ડીઆઇજી રેન્કના આઇપીએસ અધિકારીને સસ્પેન્ડ કયર્િ છે. મુખ્યમંત્રી કાયર્લિયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પંડિત રાજેશ ઉત્તમરાવ સામે આરોપ છે કે તેણે પોતાના પદનો દુરુપયોગ કર્યો હતો. ફાયર સર્વિસ અને હોમગાર્ડ વિભાગમાં તૈનાત 51 વર્ષીય અધિકારી વિરુદ્ધ ડીજીપીએ સીએમઑને એક ગોપ્નીય અહેવાલ સુપરત કર્યો હતો.
ગૃહ વિભાગના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, આઈપીએસના સભ્ય તરીકે ગંભીર ગેરવર્તણૂકના આધારે તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી અંગે વિચારણા કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે નિરીક્ષકે પંડિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ન હતી, પરંતુ વિક્ષેપ્ના અહેવાલો પછી એક પીસીઆર વાહન તેના ક્વાર્ટરમાં મોકલવામાં આવ્યું હતું. હાલ પંડિતને પોલીસ હેડક્વાર્ટરમાં રિપોર્ટ કરવા કહેવામાં આવ્યું છે.
અહેવાલ છે કે અધિકારીએ મહિલા નિરીક્ષક અને તેના પરિવાર સાથે ગેરવર્તન કર્યું હતું. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે મહિલા પોલીસ અધિકારીના ઘરમાં બળજબરીથી ઘૂસી ગયા હતા. ખાસ વાત એ છે કે મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ નવી દિલ્હીથી પરત ફરતાની સાથે જ આ કાર્યવાહી કરી છે. ઉત્તમરાવ ઓડિશામાં ફાયર સર્વિસ અને હોમગાડ્ર્સના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (ડીઆઈજી) તરીકે કામ કરતા હતા. તેઓ 2007 બેચના આઇપીએસ અધિકારી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાર્ક ઝકરબર્ગએ 21મી એનિવર્સરી પર પત્ની માટે ગાયું ખાસ ગીત, Spotify પર રિલીઝ પણ કર્યું
November 14, 2024 12:29 PMજલગાંવમાં એમ્બ્યુલન્સમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ: ગર્ભવતી મહિલા અને તેના પરિવારનો આબાદ બચાવ
November 14, 2024 12:21 PMરાજકોટ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવ કરતા ૮૧ રૂપિયા ઓછા ભાવે મગફળીના સોદા
November 14, 2024 12:12 PMખ્યાતિ હોસ્પિટલમાં ભાજપના નેતાની ભાગીદારી?
November 14, 2024 12:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech