રાજકોટમાં મવડી રેવન્યુ સર્વે નંબર ૯૯ માં આવેલા પ્લોટ પર માતા–પુત્રોએ ગેરકાયદે કબજો કરી અહીં મકાન બનાવી ભાડે પણ આપી દીધું હતું. પ્લોટ માલિક મહિલા અને તેના પરિવારે અહીંથી કબજો ખાલી કરવાનું કહેતા એટ્રોસિટીની ફરિયાદ કરીશું તેવી ધમકી આપી હતી. જેથી અંતે આ બાબતે કલેકટર કચેરીમાં અરજી કરાયા બાદ હાલ લોધિકાના માખાવડમાં રહેતા માતા–પુત્રો સામે પ્લોટ માલિક મહિલાએ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર શેરી નંબર ૧૪ માં રહેતા મોતીબેન માંડાભાઈ ચિરોડિયા(ઉ.વ ૫૦) નામના ભરવાડ મહિલાએ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે લોધિકાના માખાવડ ગામે રહેતા નંદુબેન દાનાભાઈ સોમૈયા અને તેના બે પુત્ર કિશન અને રવિના નામ આપ્યા છે.
મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પતિ હાલ નિવૃત્તિનું જીવન ગાળે છે સંતાનમાં એક પુત્રી અને ચાર પુત્ર છે.વર્ષ ૨૦૧૪માં મવડી રેવન્યુ સર્વે નંબર ૯૯ તથા ૧૦૦ પૈકી બિનખેડવાણ ઇમારત બાંધવાની મંજૂરીવાળી જમીનના પ્લોટ પૈકી પ્લોટ નંબર ૪૬ તેમણે કિસાન કોરાટ, અરવિંદ ચૌહાણ અને જયંતી લીલાની સંયુકત માલકીનો આ પ્લોટ હોય જે પિયા ૯.૨૦ લાખમાં ખરીધો હતો અને તા. ૨૦૦૨૨૦૧૪ તેનો વેચાણ દસ્તાવેજ પણ તેના નામે કરાવ્યો હતો. આ પ્લોટ યારે ખરીધો હતો ત્યારે તેમાં કોઈ જાતની ફેન્સીંગ હતી નહીં ફકત ખુલ્લો પ્લોટ હતો અને તેઓ કયારેક કયારેક અહીં જતા હતા.
બાદમાં ઓગસ્ટ ૨૦૧૪ માં તે તથા તેમના પતિ અહીં પ્લોટે જ હતા. માલુમ પડું હતું કે તેમની માલિકીના પ્લોટની બાજુમાં રહેતા નંદુબેન અને તેના બે પુત્ર કિશન તથા રવિએ અહીં તેમના પ્લોટમાં પથ્થરો નાખ્યા છે જેથી તેઓએ તેમની પાસે જઇ પથ્થરો હટાવી લેવાનું કહેતા તેમણે કહ્યું હતું કે, આ પ્લોટ અમારી માલિકીનો છે અને હવે પછી અહીં આવતા નહીં નહિતર સારાવટ નહીં રહે બાદમાં તા. ૨૭૫૨૦૨૨ ના રોજ અહીં ફરિયાદીના પ્લોટમાં આરોપીઓએ બાંધકામ ચાલુ કયુ હતું જેથી ફરી તેમને સમજાવવા જતા અને બાંધકામ ન કરવાનું કહેતા નંદુબેન તથા તેના પુત્રોએ કહ્યું હતું કે, આ પ્લોટ અમારો છે તમારાથી થાય તે કરી લેજો અને જો હવે પછી અહીંયા આવ્યા તો તમારા ઉપર એટ્રોસિટીની ફરિયાદ કરીશું. આવી ધમકી આપી હતી. આ લોકો અવારનવાર સોસાયટીમાં ઝઘડા કરતા હોય અને ખોટી એટ્રોસિટીની ફરિયાદ કરવાની ટેવવાળા હોય જેથી ફરીયાદી ગભરાઈ ગયા હતા.
બાદમાં તેમને માલુમ પડું હતું કે તેમના પ્લોટમાં તેમણે ગેરકાયદે મકાન બનાવી તે ભાડે પણ આપી દીધું છે અને તેઓ વતન માખાવડ રહેવા જતા રહ્યા છે. જેથી અંતે તેમના વિદ્ધ રાજકોટ કલેકટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગમાં કમિટીમાં અરજી કરી હતી. જેમાં ફરિયાદ નોંધાવવાનો હત્પકમ થતા બાદમાં મહિલાએ આ અંગે નંદુબેન અને તેના બંને પુત્રો કિશન અને રવિ સામે ફરિયાદ નોંધાવતા માલવીયાનગર પોલીસે ત્રણેય આરોપીઓ સામે લેન્ડગ્રેબિંગના કાયદા હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી. બનાવની વધુ તપાસ એ.સી.પી આર.બી. ભરાઈ ચલાવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપવનદીપ રાજન હજુ પણ આઈસીયુમાં, 8 કલાક સર્જરી ચાલી
May 10, 2025 11:43 AM૧૯૭૧ના યુઘ્ધમાં જગતમંદિર પર પાકિસ્તાનના હુમલા નિષ્ફળ રહ્યા હતાં
May 10, 2025 11:43 AMઆરડીસી બેન્કના લોકરમાંથી અગ્રણી બિલ્ડરના ૫૪.૧૭ લાખના ઘરેણાની ચોરી
May 10, 2025 11:39 AMપ્રવર્તમાન તંગદિલીની સ્થિતિને પગલે આરોગ્યમંત્રીએ વ્યવસ્થાની સમીક્ષા કરી
May 10, 2025 11:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech