કલ્યાણપુર તાલુકાના લાંબા વિસ્તારમાં એક ડેરીના સંચાલકો દ્વારા જુદા જુદા આસામીઓ પાસેથી દૂધ વેચાતું લઇ, અને તેની બદલે આપવાની થતી રકમ ન આપીને કુલ રૂપિયા ૮૩.૭૮ લાખની રકમ છેતરપિંડી કરીને મેળવી લીધાનો બનાવ સામે આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે હરસિદ્ધિ ચિલિંગ દૂધ સેન્ટર નામની ડેરીમાં જુદા જુદા વિસ્તારની ડેરી તેમજ આસામીઓ પાસેથી દૂધ વેચાતું લેવામાં આવતું હતું. આ માટે મૂળ માણાવદર તાલુકાના ભીતાણા ગામના રહીશ અને હાલ લાંબા ગામે રહેતા રાજેશ હમીરભાઈ ચાવડા તેમજ લાંબા ગામના અન્ય બે રહીશ સુનિલ ઘેલુભાઈ ચેતરીયા અને ઘેલુ માલદેભાઈ ચેતરીયા નામના કુલ ત્રણ આસામીઓ દ્વારા જુદી જુદી ડેરીઓમાંથી વેચાણ મારફતે દૂધ લેવામાં આવતું હતું. નક્કી થયા મુજબ આ દૂધનો હિસાબ દસ દિવસે આપી દેવાના બદલે ઉપરોક્ત શખ્સો દ્વારા દૂધ આપનાર આસામીઓને જુનાગઢની ડેરીનો કોડ આપવાનું કહ્યા બાદ આરોપીઓ દ્વારા આ પ્રકરણમાં ભાટીયા ગામના ડેરી સંચાલક અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા અનિરુદ્ધસિંહ મુરુભા જાડેજા નામના ૩૬ વર્ષના ગરાસિયા યુવાન તેમજ તેમની સાથે અન્ય સાહેદોને આપવાની થતી દૂધની રકમ કે ડેરીનો કોડ આપ્યો ન હતો.
આમ, અવારનવાર ઉઘરાણી કરવા છતાં આરોપીઓએ દૂધ પેટે કુલ રૂપિયા ૮૩,૭૮, ૪૭૩ ની રકમ ન આપી અને જુદા જુદા આસામીઓ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા સબબ ભાટિયા ગામના અનિરુદ્ધસિંહ વાઢેરની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે આ રકમ ન આપી અને નાસી ગયેલા રાજેશ હમીર ચાવડા તથા અન્ય બે શખ્સો સામે આઈ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦ તથા ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.
આ પ્રકરણ અંગે કલ્યાણપુરના પી.એસ.આઈ. યુ.બી. અખેડ તથા સ્ટાફ દ્વારા ગુનાની તપાસ હાથ ધરી અને આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech