તળાજારોડ પરની અડચણો હટાવાઈ

  • April 01, 2024 06:25 PM 

મહાનગર પાલિકા દ્વારા શહેરને દબાણ મુક્ત કરવાના ચાલી રહેલા અભિયાનમાં આજે શહેરના તળાજા રોડ તેમજ તેની આજુ-બાજુના વિસ્તારોમાંથી અડચણરૂપ નાનો-મોટો સામાન હટાવી જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શહેરના રબ્બર ફેક્ટરીથી નવાપરાના માર્ગ પરના ખુલ્લા મેદાનમાં મુકવામાં આવેલા સામાનને પણ હટાવી જપ્ત કરવામાં આવેલ તો આજ સ્થળે મુકવામાં આવેલ ખાનગી લકઝરી બસ સહિતના વાહનોને લોક ઠપકારી દબાણ હટાવ સેલની ટીમ દ્વારા સ્થળ પરજ દંડ વસુલાયો હતો. જ્યારે આ સ્થળે ઝુંપડા બંધી રહેતા લોકો દ્વારા પણ ભંગાર સહિતણો સામાન મુકી દબાણ કરાતું હોય તમામ પ્રકારણો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application