લાલબંગલા ખાતે કરણી સેનાએ એકઠાં થઇને 14 ગામમાં ભાજપ વિઘ્ધ મતદાન કરવા માટેના શપથ લીધા: જો ટીકીટ ન કપાય તો અન્ય રાજકીય પક્ષને સમર્થન આપવાની પણ ખુલ્લમખુલ્લા જાહેરાત: રોજ ઉઠીને નવા-નવા વિસ્તારોમાં વિરોધનો વંટોળ પહોંચી રહ્યો છે
રાજકોટ લોકસભાની ચુંટણીમાં ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોતમ પાલાએ કરેલા નિવેદન બાદ જામનગર અને દેવભુમી દ્વારકામાં પણ વિરોધની વંટોળ શ થયો છે, ડબાસંગ ગામમાં ભાજપની વિરુઘ્ધ મતદાન કરવા રાજપુત સમાજે આહવાન કયું છે, ત્યારે બીજી તરફ મેમાણા ગામના પણ ભાજપના બહિષ્કારના પોસ્ટર લાગ્યા છે, કરણી સેના દ્વારા ગઇકાલે લાલબંગલા પાસે પાલા વિરુઘ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
આગામી લોકસભાની ચૂંટણીમાં રાજકોટ બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ના વાણી વિલાસ ના કારણે રાજ્યભરમાં ક્ષત્રિય સમાજની લાગણી દુભાય હોય જેના કારણે ઠેર - ઠેર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેમાણામાં ક્ષત્રિય સમાજમાં અસંતોષની લાગણીના પગલે ભાજપના ઉમેદવાર કે કોઈ કાર્યકરોએ ગામોમાં મત માગવા આવવું નહીં અને ભાજપનો બહિષ્કાર કરવામાં આવે છે તેવા પોસ્ટરો લાગ્યા છે.
જામનગરનો અહેવાલ
જામનગર શહેરમાં રાજપૂત સમાજ દ્વારા વિરોધના સતત કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે અને તેમાં એક જ માંગ કરવામાં આવી રહી છે કે પરશોતમ પાલાની ટીકીટ કાપો તેનાથી ઓછુ કાંઇ જોઇતું નથી, દરમ્યાનમાં ગઇ સાંજે જામનગર ખાતે જામનગરની આસપાસના 14 ગામના પ્રતિષ્ઠિત ક્ષત્રિય આગેવાનો અને મહીલાઓએ સાથે મળીને ભાજપની વિઘ્ધ મતદાન કરવા સોગંદ ખાધા હતાં.
ડબાસંગમાં ભાજપ વિરુઘ્ધ મતદાન કરવા રાજપુત સમાજની ચિમકી
આવનારી લોકસભાની ચુંટણીમાં રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે હવે ઠેર ઠેર બહિષ્કાર કરવા માટે પોસ્ટરો લાગ્યા છે, લાલપુરના ડબાસંગમાં પણ પાલાની ટીકીટ રદ નહી કરાય તો ભાજપ વિરુઘ્ધ મતદાન કરાશે તેવી ચિમકી આપતા બોર્ડ પણ મુકવામાં આવ્યા છે.
કરણી સેના દ્વારા રૂપાલા સામે ઉગ્ર વિરોધ
રાજકોટ લોકસભાની બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરષોત્તમભાઈ રૂપાલા સામે સૌરાષ્ટ્રભરમાં પ્રચંડ વિરોધ જોવા મળી રહ્યો છે, અને તેમના નિવેદનો ને અનુલક્ષીને રાજપૂત સમાજના જુદા જુદા સંગઠનો દ્વારા તેમની ટિકિટ રદ કરવાની માંગણી સાથે વિરોધ ના સુર ઉઠી રહ્યા છે, જેના પગલે જામનગરના લાલ બંગલા સર્કલમાં આજે રાષ્ટ્રીય કરણી સેના ની મહિલા પાંખ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
જામનગરમાં લાલ બંગલા સર્કલ ખાતે સૌરાષ્ટ્રભરમાંથી આવેલા શ્રી રાષ્ટ્રીય કરણી સેના મહિલા પાંખ ના મહિલા અગ્રણીઓ ની સાથે રહીને જામનગરના ક્ષત્રિયાણીઓ દ્વારા બીજેપી નેતા પુરુષોત્તમ રૂપાલા નો વિરોધ કરવામાં આવ્યો હતો. અને પુરુસોત્તમ રૂપાલા વિરુદ્ધ સુત્રોચાર કરી રાજપુત સમાજની મહિલાઓએ વિરોધ દશર્વ્યિો હતો.
જેઓ દ્વારા કોઈપણ ભોગે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાની માંગ કરાઇ હતી, અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.
આમ, જામનગર શહેર-જિલ્લામાં પરશોતમ પાલા સામે વિરોધ સતત ઉઠી રહ્યો છે, હજુ સુધી ડેમેજ ક્ધટ્રોલની કોઇ કોશીષ ભાજપ તરફથી જિલ્લા કક્ષાએ કરાઇ હોય એવું દેખાતું નથી, એટલે ભારતીય જનતા પાર્ટી પુરેપુરા આત્મવિશ્ર્વાસમાં હોય એવું દેખાઇ રહ્યું છે, જો કે ક્ષત્રિય સમાજનો આ વિરોધ મતદાનના દિન સુધી યથાવત રહે તો ભાજપને સૌરાષ્ટ્ર જ નહીં ગુજરાત આખામાં તકલીફ પડી શકે છે, એવું રાજકીય વિશ્ર્લેષકો જોઇ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech