યુવા પ્રતિભાઓનું સંવર્ધન કરવું અને પ્રદર્શન કરવા માટે ISLના માધ્યમથી એક પ્લેટફોર્મ આપવું ખરેખર સંતોષજનક છે: શ્રીમતી નીતા અંબાણી

  • October 10, 2023 10:45 AM 

ફૂટબોલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ લિમિટેડ (FSDL)ના સ્થાપક ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીએ આજે સાંજે મુંબઈ ફૂટબોલ એરેના (MFA)માં ઇન્ડિયન સુપર લીગ (આઇ.એસ.એલ.- ISL)માં મુંબઈ સીટી એફ.સી. અને કેરલા બ્લાસ્ટર્સ એફ.સી. વચ્ચેના મુકાબલા દરમિયાન યુવા ભારતીય ફૂટબોલરોને પ્રગતિ કરવા અને રાષ્ટ્રીય ટીમ તરફથી રમવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવા માટે ઈન્ડિયન સુપર લીગ (ISL)ની પ્રશંસા કરી હતી. સંદેશ ઝિંગન, આકાશ મિશ્રા અને સાહલ અબ્દુલ સમદ, સહિતની પ્રતિભાઓના વિશેષ ઉલ્લેખ સાથે  શ્રીમતી અંબાણીએ જણાવ્યું હતું કે ISL દ્વારા જે પ્રતિભાશાળી ખેલાડીઓને શોધીને તેમની પ્રતિભાને ખીલવવામાં આવી છે તેમનું ઉત્તમ પ્રદર્શનને જોઈને ખુશી થાય છે અને સમગ્ર લીગ માટે તેને અત્યંત સંતોષજનક અને ગર્વની ક્ષણ છે. (Download and watch video here. Courtesy Network18)


“આપણા દેશમાં ફૂટબોલના વિકાસના 10 વર્ષની સફર અત્યંત રોમાંચક અને સંતોષજનક રહી છે. હું આ સફર અહીં ખૂબ જ મોટી સંખ્યામાં એકત્ર થયેલા ફૂટબોલ ચાહકો અને તમામ ખેલાડીઓ, પ્રાયોજકો અને સમર્થકોને આભારી છે. આ સફરમાં જે ખરેખર સંતોષજનક રહ્યું છે તે છે યુવા પ્રતિભાઓનો વિકાસ અને તેમને વૈશ્વિક મંચ પર પ્રદર્શન કરવા માટે એક પ્લેટફોર્મ આપવું. ISL દ્વારા પ્રતિભાઓની ઓળખ કરીને તેમની પ્રતિભાને વિકસાવવામાં આવી હોય તેવા ઘણાં ફૂટબોલર હવે રાષ્ટ્રીય ટીમ તરફથી રમી રહ્યા છે, જેમ કે સંદેશ ઝિંગન, સાહલ અબ્દુલ સમદ, આકાશ મિશ્રા, જે ISLમાં અમારા માટે ખરેખર ગર્વની ક્ષણ છે,” શ્રીમતી અંબાણીએ કહ્યું.


તેણીની સાથે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના પ્રમુખ શ્રી થોમસ બાચ પણ હતા, જેમણે છેલ્લા 10 વર્ષમાં ભારતીય ફૂટબોલને એક વિશાળ છલાંગ મારવામાં મદદ કરવા બદલ ISLની પ્રશંસા કરી હતી. આઇલેન્ડર્સ અને બ્લાસ્ટર્સ વચ્ચેની મેચ દરમિયાન જુસ્સાદાર ચાહકોના સમર્થનથી બેચ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમણે શ્રીમતી અંબાણી અને FSDLની સમગ્ર ટીમની દેશમાં ટોચનીસ્તરની ફૂટબોલ લીગને આ અવિશ્વસનીય આકાર આપવા બદલ પ્રશંસા કરી હતી.


141મી IOC કોંગ્રેસ 14 ઓક્ટોબરે મુંબઈમાં યોજાશે, જેમાં શ્રીમતી અંબાણી આ મહત્વપૂર્ણ અવસર માટે ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. તેણીએ આવી પહેલની મદદથી ભારત એક બહુવિધ રમતગમતનું રાષ્ટ્ર બનવાની કલ્પના કરી હતી અને ચીનના હાંગઝોઉમાં એશિયન ગેમ્સની 19મી આવૃત્તિમાં વિક્રમી 107 મેડલ જીતવા બદલ ભારતીય રમતવીરોની પ્રશંસા કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application