જો જિંદગીમાં સફળ થવું હશે તો એક ક્રીએ બીજી ક્રીનું સન્માન સાથે સ્વમાન પણ જાળવવું પડશે, આપણી સંસ્કૃતિમાં અન્નપૂર્ણા, સરસ્વતી, લમી અને શકિતનું પૂજન થાય છે આથી કયારેય એવું ન માનો કે ક્રીઓ ની પૂજા કેમ થતી નથી દરેક ક્રીઓએ પોતાનો દિવસ,પોતાના માટે સમય કાઢી ઉજવવાનો છે, કશું નવું અને અલગ કરવાની મજા જાતે શોધવાની છે કયારે પણ કોઈ તમાં રિપ્લેસમેન્ટ નથી કરી શકતું.. આ શબ્દ છે આજકાલ આયોજિત વુમન પાવર એવોર્ડ સમારોહમાંખાસ ઉપસ્થિત રહેલા સુપ્રસિદ્ધ લેખિકા કાજલ ઓઝા વૈધના..
આજકાલના દૈનિક દ્રારા સતત ચોથા વર્ષે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજકાલના મોભી ધનરાજભાઈ જેઠાણી,એમ.ડી ચંદ્રેશભાઇ જેઠાણી, મેનેજિંગ એડિટર અનિલભાઈ જેઠાણી અને ગ્રુપ એડિટર કાનાભાઈ બાંટવાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ સમારોહમાં ખાસ કરીને આજકાલ ગ્રુપ દ્રારા વિવિધ ક્ષેત્રની ૨૧ મહિલા પ્રતિભાઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. હોટલ સરાઝાખાતે યોજાયેલા એવોર્ડ સમારોહ અને લેખિકા કાજલ ઓઝા સથવારે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે મેયર નયનાબેન પેઢડિયા, ધારાસભ્ય ડોકટર દર્શિતા શાહ, રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આનદં પટેલ, કોર્પેારેટર ડો.દર્શનાબેન પંડા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, મહામંત્રી કાશ્મીરાબેન, જાણીતા શિક્ષણવિદ એકતાબા સોઢા,આજકાલ ગ્રૂપના શ્રીમતી વંશીકા જેઠાણી, શ્રીમતી કિરણ બાંટવા, મહિલા અગ્રણી યોતિબેન ટીલવા, જાણીતા શિક્ષણવિદ નેહાબેન દેસાઈ, મહિલા અગ્રણી ભાવનાબેન જોષીપુરા, ક્રેડાઈ ગુજરાતના વુમન્સવીંગના પ્રેસિડન્ટ દર્શના પટેલ, સેક્રેટરી મોના રોકડ, આર જી એસમાંથી હિરલ શાહ, મનન હોસ્પિટલના ડોકટર નીતિન લાલ,ડો.રીના લાલ,મનન લાલ, વોકહાર્ટ હોસ્પિટલના ડો.ભૂમિ દવે, વેદાંત હોસ્પિટલમાંથી ડોકટર અનવર કોઠીયા, વિનસ હોસ્પિટલમાંથી ડોકટર દિના ઘોડાસરા, વડાલીયા ગ્રુપમાંથી રાજનભાઈ વડાલીયા, સિક્રેટ કિચન માંથી હાર્દિકભાઈ કનૈયા, વિન્સ હોસ્પિટલમાંથી ડોકટર પ્રતીક્ષા અને ડોકટર સંજય દેસાઈ,લીજન્ટ મોટર્સમાંથી સુમિત ગઢવી સહિત આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં આજકાલના મેનેજિંગ ડિરેકટર ચંદ્રેશ જેઠાણી અને ગ્રુપ એડિટર કાનાભાઈ બાંટવાએ શાબ્દિક પ્રાસંગીક સ્વાગત સાથે અખબાર જગતમાં અગ્રેસર આજકાલની સામાજિક ક્ષેત્રમાં રહેલી ભૂમિકા વિશે પ્રકાશ પાડો હતો. છેલ્લા ચાર વર્ષથી આંતરરાષ્ટ્ર્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત દર વર્ષે અલગ અલગ થીમ સાથે મહિલા દિવસ ઉજવાય છે અને આ ઉજવણી સાથે રાજકોટ સન્નનારીઓને સામાજિક સંદેશ સાથે મહિલા દિવસની ભેટ આપવામાં આવે છે .રાજકોટની સાથે આ વર્ષે પ્રથમ વખત જામનગર ખાતે પણ આજકાલ ગ્રુપ દ્રારા મહિલા દિવસની ઉજવણી અંતર્ગત કાજલબેન ઓઝા ના સંગાથે વિશિષ્ટ્ર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એ અંગે માહિતી આપવામાં આવી હતી.
આજકાલ આયોજિત આ ઇવેન્ટ માટે મુખ્ય સહયોગ પ્રેમજી વાલજી વેલર્સ, ગોપાલ નમકીન, કાયાપલટ, વિનસ આઈ વી એફ, વોકાર્ડહોસ્પિટલ નો રહ્યો હતો. આ વર્ષે ૨૧ મહિલા પ્રતિભાઓને આજકાલ વુમન પાવર એવોર્ડ સાથે સન્માન પત્ર આપી કાજલબેન ઓઝા વૈધ તથા વિવિધ મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જાણીતા શિક્ષણવિદ અને સોઢા ગ્રુપના સોઢા દ્રારા મહિલાઓની સ્વતંત્રતા પર પ્રવચન આપ્યું હતું.
મને શું ગમે છે તે જીવનનો પ્રથમ મંત્ર હોવો જોઈએ
રાજકોટની મહિલાઓના ફેવરિટ અને યુથ આઇકોન બનેલા કાજલબેન ઓઝા ની સાંભળવા માટે મોટી સંખ્યામાં બહેનો નિર્ધારિત સમય કરતા પણ પહેલા આવી પહોંચી હતી અને તેમને સાંભળવા આતુર બની હતી. કાજલ ઓઝા વૈધ એ મહિલાઓની માનસિકતા,વિકાસ, અસ્તિત્વ અને તેમની ઓળખ પર તેમની સહજતાથી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કહ્યું કે, દરેક મહિલાઓની સંઘર્ષ કથા હોય છે કે એવોર્ડ પાત્ર છે,વુમન્સ ડે ઉજવાયો જોઈએ,દરેક મહિલાઓ ને જાતે પોતાનો દિવસ નક્કી કરી ને ઉજવવો જોઈએ,મજા પડે એમ રહેવું જોઈએ,ટેલેન્ટમાં વિશ્વાસ હોવો જોઈએ,શા માટે કોમ્પિટિશન કરતા ડરવું જોઈએ? સહકાર સભ્યતા અને અસ્મિતાના ગુણ હોય તે જ મહિલાઓનું મોટું અપ્રુવલ છે. પતિ અને પરિવારની અસલામતીની ભાવનાથી ડરતી મહિલાઓ માટે ખાસ ટકોર કરી હતી કે,ગરમ રોટી ઘરના ટેબલ પર જ મળશે,સેન્ડવીચ માં મજા નહિ,પલાથી વળી ને આપણે શાંતિ થી બેસી જવું કારણ કે આપણું રિપ્લેસમેન્ટ કોઈ નથી જ, તમે બધું જ છો તે આપણે અહેસાસ નહિ કરાવાનો તેમને જર પણ નહીં તે લોકો જાણે જ છે. મહિલાઓ સ્વતત્રં છે ,કોઈ પાસેથી જવાબ મેળવવાની આપણે જર નથી, તમા જીવન તમારે સુખી રહેવું હોય તો તમારી અંગત જિંદગીમાં ત્રીજી વ્યકિતની સલાહ ની જર નથી, આ તકે તેમને ખાસ પુષવર્ગમાં રહેલી એકતાની ભાવનાની તેમને પ્રશંસા કરી હતી. જે ગુણ મહિલા વર્ગે પણ અપનાવવાની જર છે. એક મહિલાની દુશ્મન બીજી મહિના બને એના કરતાં ક્રીઓએ યુનિટી રાખવાની આવશ્યકતા છે. મને શું ગમે છે તે જીવનનો પ્રથમ મત્રં હોવો જોઈએ, બદલતા સમય સાથે ઘરની રસોઈ ની સાથે બહારની દુનિયા અને ખાસ કરીને આર્થિક સ્વતત્રં અને ઇન્કમટેકસ રિટર્ન,મેડીકલેઇમ અને જીવન પોલિસી શીખવા સલાહ,ડી જી લોકર નો ઉપયોગ કરવો જોઈએ.જો વાસ્તવિકતા જિંદગી મહિલાઓ શીખી જાય તો મારી દ્રષ્ટ્રિએ તે મહિલાઓ આત્મનિર્ભર છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech