હવે નંબર સેવ કર્યા વિના પણ વોટસએપ દ્રારા કોઈપણને કોલ કરી શકાશે. અત્યાર સુધી, વોટસએપ દ્રારા કોઈને કોલ કરવા માટે, તેમનો નંબર સેવ કરવો પડતો હતો, પરંતુ હવે આ સમસ્યાનું નિરાકરણ આવી ગયું છે. કંપનીએ ફોન ડાયલર ફીચર રોલઆઉટ કરવાનું શ કરી દીધું છે. તેની મદદથી, નંબર સેવ કર્યા વિના પણ વોટસએપ પરથી કોલ કરી શકાય છે.
વોટસએપે થોડા દિવસ પહેલા પોતાની એપમાં ફોન ડાયલર લાવવાની જાહેરાત કરી હતી. હવે આ સુવિધા રોલઆઉટ થઈ રહી છે. આ ફીચર ઘણા યુઝર્સના ફોનમાં આવી ગયું છે.
આ સુવિધાનો ઉપયોગ કરવા માટે, પહેલા વોટસએપ ખોલો અને કોલ્સ ટેબ પર જાઓ. અહીં ક્રિએટ કોલ અથવા પ્લસ આઇકોન દેખાશે. આના પર ટેપ કર્યા પછી, 'કોલ અ નંબર' નો વિકલ્પ દેખાશે. જેના પર ટેપ કરવાથી, ફોન ડાયલર વોટસએપમાં ખુલશે. હવે જે વ્યકિતને કોલ કરવા માંગો છો તેનો નંબર ડાયલ કરો. નંબર ડાયલ કર્યા પછી, વોટસએપ પુષ્ટ્રિ કરશે કે તે વ્યકિતનું એકાઉન્ટ છે કે નહીં. આ રીતે, ફકત તે વ્યકિતને જ કોલ કરી શકશો જેની પાસે વોટસએપ
એકાઉન્ટ છે.
આ સુવિધાના સાથે, સંપર્કેા સાચવવાની ઝંઝટનો અતં આવ્યો છે. આ સાથે, આ સુવિધા કોલ કરતા પહેલા તે નંબર સાથે જોડાયેલા એકાઉન્ટની સંપૂર્ણ માહિતી બતાવશે. તે નંબર સેવ કરવાનો વિકલ્પ પણ આપશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર માટે વાહનોના ઉપયોગ પર નિયમન કરવા જાહેરનામું બહાર પડાયુ
February 03, 2025 07:24 PMજામનગરમાં દિવ્યાંગ લોકોએ વિવિધ પડતર માંગણીઓને લઈ આપ્યો આવેદનપત્ર
February 03, 2025 07:18 PMધ્રોલ નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નં.4 માં કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા ભાજપનું દબાણ
February 03, 2025 07:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech