ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે 120 દિવસની જગ્યાએ તમે 60 દિવસ પહેલા ટિકિટ બુક કરાવી શકશો. રેલ્વે મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, હવે એડવાન્સ રિઝર્વેશનની સમયમયર્દિા ઘટાડી દેવામાં આવી છે. તેનાથી લોકોને એડવાન્સમાં ટિકિટ બુક કરાવવા માટે ઓછો સમય મળશે.
રેલવેએ આ નોટિફિકેશનમાં કહ્યું છે કે 1 નવેમ્બર, 2024થી ટ્રેનોમાં એડવાન્સ રિઝર્વેશન માટેની વર્તમાન સમય મયર્દિા 120 દિવસથી ઘટાડીને 60 દિવસ (યાત્રાની તારીખ સિવાય) કરવામાં આવશે. જો કે, 31 ઓક્ટોબર, 2024 સુધી 120 દિવસની એઆરપી હેઠળ કરાયેલા તમામ બુકિંગ અકબંધ રહેશે. નવો નિયમ નવેમ્બરથી કરાયેલા બુકિંગ પર લાગુ થશે.
રેલ્વેએ એમ પણ કહ્યું છે કે તાજની જેમ દિવસના અમુક કલાકો પર દોડતી એક્સપ્રેસ ટ્રેનોના કિસ્સામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. એક્સપ્રેસ, ગોમતી એક્સપ્રેસ વગેરેમાં એડવાન્સ રિઝર્વેશન માટેની સમય મયર્દિા ઓછી છે. આ સિવાય વિદેશી પ્રવાસીઓ માટે 365 દિવસની મયર્દિામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
અત્યાર સુધી લોકોને 120 દિવસ પહેલા ટિકિટ બુક કરવાની તક મળતી હતી. જેના કારણે સમયસર ટીકીટ બુક થઇ શકતી હતી અને વોટીંગ ટીકીટ ક્ધફર્મ થવા માટે પુરતો સમય મળતો હતો પરંતુ 60 દિવસની સમય મયર્દિાને કારણે અચાનક બુકીંગ માટે ધસારો જોવા મળી રહ્યો હતો. વેઇટિંગ ટિકિટ માટે ક્ધફર્મ થવાની શક્યતાઓ પણ ઓછી હશે. પૂર્વાંચલ અને બિહારના રૂટ પર આરક્ષણ ચાર મહિના અગાઉથી થઈ જાય છે. ટિકિટ બુકિંગને સરળ બનાવવા અને દરેકને ટિકિટ મળી રહે તે માટે રેલવે દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગેરકાયદેસર રીતે ટિકિટ બુક કરાવનારાઓ સામે રેલવે પણ સતત અભિયાન ચલાવે છે. રેલવેનું ધ્યાન સુવિધાઓને વધુ સરળ બનાવવા પર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech