દિલ્હીની તિહાર જેલમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. મંગળવારે ઈમેલ દ્વારા આ ધમકી આપવામાં આવી હતી. તિહાર પ્રશાસને આ ધમકી અંગે દિલ્હી પોલીસને જાણ કરી છે. આવી સ્થિતિમાં પોલીસ પ્રશાસન તાત્કાલિક એલર્ટ થઈ ગયું હતું. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ પોલીસ અને ડોગ સ્કવોડની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
તિહાર જેલને મળેલા ધમકીભર્યા ઈમેલમાં લખ્યું છે કે મેં તમારી બિલ્ડિંગની અંદર બોમ્બ રાખ્યા છે. આ તમામ બોમ્બ આગામી થોડા કલાકોમાં વિસ્ફોટ થશે. આ કોઈ મામૂલી ધમકી નથી. બોમ્બને નિષ્ક્રિય કરવા માટે તમારી પાસે થોડા કલાકો છે, નહીં તો બિલ્ડિંગ (તિહાર જેલ) ની અંદર નિર્દોષ લોકોનું લોહી તમારા હાથમાં હશે. ઉપરાંત, આ ઈમેલમાં નીચે લખ્યું છે કે આ હત્યાકાંડ પાછળ 'કોર્ટ' ગ્રુપનો હાથ છે.
આ પહેલા દિલ્હીની કેટલીક શાળાઓ, હોસ્પિટલો અને એરપોર્ટ પર ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. હવે, મંગળવારે, ઇમેઇલ ID courtisgod123@beeble.com પરથી દિલ્હીની તિહાર જેલમાં બોમ્બની ધમકીનો મેલ મોકલવામાં આવ્યો હતો..
પોલીસે ધમકીભર્યા ઈમેલની તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે આ જ સર્વર (ડોમેન) પરથી અગાઉ પણ દિલ્હીની ઘણી હોસ્પિટલો અને શાળાઓમાં ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા હતા. હવે આ જ ઈમેલ તિહાર જેલમાં મોકલવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech