ગુજરાત સરકારના તમામ વિભાગો હેઠળની તમામ કચેરીઓના તમામ કર્મચારીઓ અધિકારીઓ દ્વારા રજા અને એલટીસી એપ્લિકેશન હવે માત્ર કર્મયોગી એપ્લિકેશનમાં જ થઈ શકશે તેવી જાહેરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવી છે. અત્યાર સુધી આ પ્રકારની કામગીરી સાથી એપ્લિકેશનમા થતી હતી પરંતુ તેમાંથી આ એપ્લિકેશન હટાવી લેવામાં આવી છે.
આમ કરવાનું કોઈ કારણ સરકારે જાહેર કર્યું નથી પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયાનુ પોલીસ ડિપાર્ટમેન્ટના પ્રમોશનમાં નામ આવી જવાનો મુદ્દો ભારે વિવાદાસ્પદ બન્યો હતો.ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે સરકાર હવે વધુ જાગૃત બની છે અને તેથી આ ફેરફાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
સરકારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી એક જ એપ્લિકેશન પર ઉપલબ્ધ રહે તે માટે સાથી એપ્લિકેશનને હાસિયામાં ધકેલી દેવાયો છે અને તેના સ્થાને કર્મયોગી એપ્લિકેશનને વધુ મજબૂત બનાવવામાં આવી છે.
સરકારે તમામ અધિકારીઓ અને કર્મચારીઓનું રજીસ્ટ્રેશન કર્મયોગી પોર્ટલમાં કરવા અંગેની સૂચનાઓ પણ બહાર પાડી દીધી છે અને હવે અધિકારીઓ -કર્મચારીઓને કર્મયોગી પોર્ટલ અંતર્ગત યુઝર આઇડી અને પાસવર્ડ ફાળવી દેવામાં આવ્યા છે. હવે રજા, એલટીસી, એલટીસી એડવાન્સ, રજાનું રોકડમાં રૂપાંતર જેવી કામગીરી માત્ર કર્મયોગી એપ્લિકેશનમાં જ થઈ શકશે. ઓફલાઈન મંજુર કરેલ અરજીઓના હુકમની અસર કર્મયોગી આઈડીમાં આપવામાં આવશે નહીં તેમ પણ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. નવા આ ફેરફારના કારણે જો કોઈ પ્રશ્ન ઉભો થાય અને માહિતી કે માર્ગદર્શનની જરૂર પડે તો સરકારે તે માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કયર્િ છે 079 232- 58576/77 અને 079232 55823/ 25 માં સંપર્ક સાધવા અથવા તો વેબસાઈટમાં કોન્ટેક્ટ કરવા માટે જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech