ઈમરજન્સી પછી ઇન્દિરા ગાંધીનું રાજનૈતિક પુનરુત્થાન, રાજીવ ગાંધીને લોકસભામાં મળેલી ઐતિહાસિક 411 સીટ અને 2014ની ચૂંટણીમાં 44 સીટના શરમજનક પ્રદર્શનનું સાક્ષી બનેલું કોંગ્રેસ મુખ્યાલય ‘24 અકબર રોડ’ ઇતિહાસ બની ગયું છે. છેલ્લા ૪૭ વર્ષ જૂના ઇતિહાસ ધરાવતા આ બંગલાને છોડીને, કોંગ્રેસે નવું મુખ્યાલય આજે ‘૯, કોટલા રોડ’ સ્થિત ઇન્દિરા ભવન ખાતે શિફ્ટ કર્યું છે. કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે સવારે 10 વાગ્યે નવા મુખ્યાલય ઉદ્ઘાટન કર્યું હતું.
૧ જાન્યુઆરી, ૧૯૭૮ની સવારે જ્યારે તત્કાલીન કોંગ્રેસ પ્રમુખ કે. બ્રહ્માનંદ રેડ્ડીએ ઇન્દિરા ગાંધીને પક્ષમાંથી હાંકી કાઢ્યા ત્યારે તત્કાલિન સાંસદ જી. વેંકટસ્વામીએ તેમનું ફાળવેલ નિવાસસ્થાન ‘૨૪, અકબર રોડ’ ઇન્દિરા સમર્થકો માટે ખુલ્લું મૂક્યું હતું. ઇન્દિરા ગાંધી એ જ દિવસે તેમના 20 સમર્થકો સાથે આ બિલ્ડિંગ પ્રવેશ્યા અને આ બંગલો કોંગ્રેસના મુખ્ય મથક તરીકેના ઉતાર-ચઢાવનો સાથી બન્યો. ૧૯૮૦ની મધ્યસત્ર ચૂંટણીમાં જ્યારે ઇન્દિરા ગાંધી પ્રચંડ બહુમતી સાથે સત્તામાં પાછા ફર્યા ત્યારે કોંગ્રેસે તેના સમર્થકોની માંગ છતાં જૂની ઇમારત પર દાવો કર્યો ન હતો. ત્યારે ઇન્દિરા ગાંધીએ કહ્યું હતું કે, મેં બે વાર પાર્ટીને શૂન્યથી શિખર પર પહોંચાડી છે, આ નવું કેમ્પસ દાયકાઓ સુધી કોંગ્રેસીઓને પ્રેરણા આપશે.
૨૪, અકબર રોડે કોંગ્રેસના સાત પ્રમુખો જોયા છે. ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, પીવી નરસિંહ રાવ, સીતારામ કેસરી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને વર્તમાન પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ અહીંથી પાર્ટી ચલાવી હતી. આ ઈમારત કોંગ્રેસ પ્રમુખ સીતારામ કેસરીને બળજબરીથી હટાવવાની ઘટનાની સાક્ષી બની હતી અને સોનિયા ગાંધીના રૂપમાં પાર્ટીના તારણહારનું સ્વાગત પણ થયું હતું. આ ઈમારતમાંથી પાંચ વર્ષ સુધી પાર્ટી અને દેશ પર શાસન કરનારા વડાપ્રધાન પી.વી. નરસિંહ રાવના નશ્વર અવશેષોને તેમના મૃત્યુ પછી અહીં રાખવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આ ઇમારતમાં બનાવેલી રણનીતિને કારણે સોનિયાના નેતૃત્વમાં જે પક્ષ નીચે જઈ રહ્યો હતો તે ફરીથી સત્તામાં આવ્યો પણ તેણે સૌથી ખરાબ પ્રદર્શન પણ જોયું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech