હવે દુબઇ જવું વધુ આસાન બનશે

  • May 16, 2024 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જો કોઈ ભારતીયને દુબઈ જઈને ત્યાં નોકરી કરવા કે રહેવાની કે સ્થાયી થવાની ઈચ્છા હશે તો એ જલ્દી આસાનીથી સાકાર થઈ શકશે. ભારત અને યુએઈની વચ્ચે પ્રવાસને વધારે સરળ બનાવવા માટે આગામી ટુકા ગાળામાં એક મોટો નિર્ણય લેવાય તેવી સંભાવના છે.દુબઈ જઈને ત્યાં નોકરી કરવા અને રહેવાની ઈચ્છા ધરાવતા ભારતીયો માટે ખુશખબરી છે. હવે સંયુકત અરબ અમીરાત જવું, રહેવુ અને વેપાર કરવું વધારે સરળ થઈ જશે. તેના માટે ભારત અને યુએઈની વચ્ચે લોકોનો સંપર્ક વધારવા માટે અને સ્થળાંતર અને પ્રવાસના સંબંધિત કરારોને ટૂંક સમયમાં જ અંતિમ સ્વપ આપવામાં આવી શકે છે. નવી દિલ્હીમાં મંગળવારે રાજદ્રારી મામલાની સંયુકત સમિતિની પાંચમી બેઠક વખતે આ નિર્ણય લેવામાં આવ્યો. વિદેશ મંત્રાલયે કહ્યું કે બન્ને પક્ષોએ આ બેઠકમાં શ્રમ, વીઝા, પ્રવાસ, નાગરિકતા અને પ્રત્યાર્પણ સહિત અન્ય મુદ્દાઓ પર સમન્વય અને સહયોગને મજબૂત કરવાના તત્રં પર વ્યાપક ચર્ચા કરી. મંત્રાલયે કહ્યું, બન્ને પક્ષોએ પારસ્પરિક હિતના અન્ય મુદ્દા પર પણ ચર્ચા કરી. જેમાં લોકોની વચ્ચે સારા સંપર્કને પ્રોત્સાહન આપવા માટે વીઝા સુવિધા અને માઈગ્રેશન અને મૂવમેન્ટ સાથે સંબંધિત કરારને ટૂંક સમયમાં પુરો કરવાનું શામેલ છે. મંત્રાલયે કહ્યું કે યુએઈએ ભારતીય પ્રવાસી શ્રમિકોના કલ્યાણને સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્રારા ઉઠાવેલા વિવિધ પગલા વિશે વિસ્તારથી જાણકારી આપી

આર્થિક, વેપાર, રક્ષા અને પ્રૌધોગિકીમાં વધાર્યેા સહયોગ
ભારત અને યુએઈ હવે મળીને ઘણા ક્ષેત્રોમાં એકબીજાના સહયોગને પ્રોત્સાહન આપવા જઈ રહ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું, બન્ને દેશોના વચ્ચે સંબંધોમાં રાજનૈતિક, આર્થિક, વેપાર, વાણિય, રક્ષા, સાંસ્કૃતિક, પ્રૌધોગિકી અને ઉર્જા, લોકોના એક બીજા સાથે સંપર્ક સહિત સહયોગના બધા ક્ષેત્ર શામેલ છે. છેલ્લા થોડા વર્ષેામાં બન્ને દેશોની વચ્ચે સંબધં સતત ગાઢ બની રહ્યા છે. યુએઈમાં વર્તમાનમાં ૩૫ લાખથી વધારે ભારતીય રહે છે. આ કરાર થયા બાદ આ સંખ્યામાં વધારો થવાની આશા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application