રાજકોટ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ બાદ હવે દલિત સમાજ મેદાને આવ્યો છે. ગોંડલ ખાતેના એક કાર્યક્રમમાં રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર રૂપાલા દ્વારા દલિત સમાજની લાગણી દુભાય તે પ્રકારના ઉચ્ચારણ કરવામાં આવ્યા હોય રૂપાલા સામે સિહોર દલિત અધિકાર મંચ દ્વારા ગુનો નોંધવાની માંગ સાથે પોલીસ મથક સંકુલ ખાતે દેખાવ અને સૂત્રોચ્ચાર કરી રૂપાલાના પોસ્ટરો સળગાવે તે પૂર્વે જ પોલીસે તમામની અટકાયત કરી હતી.
રાજકોટ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરશોત્તમ રુપાલાની મુશ્કેલી સતત વધી રહી છે. રાજપૂત સમાજને લઈ કરેલા નિવેદનના કારણે સમગ્ર ગુજરાતમાં વિરોધ ચાલી રહેલા વિવાદને શાંત કરવા ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી. જેમાં પરશોત્તમ રુપાલાએ ક્ષત્રિય માફી માંગી હતી. તેમ છતા વિવાદ યથાવત રહ્યો છે. ત્યારે હવે વધુ એક સમાજ નારાજ થયો છે. રુપાલા સામે અનુસૂચિત જાતિ સમાજના અપમાનનો આક્ષેપ લાગ્યો છે. ગોંડલમાં યોજાયેલા કાર્યક્રમમાં એક નિવેદન આપ્યું હતું જેમાં અનુસૂચિત જાતિના સમાજની લાગણી દુભાઈ હોવાની તેમજ પરશોત્તમ રુપાલા સામે સિહોર પોલીસમાં ફરિયાદ નોંધવાની માંગની માંગ સાથે સિહોર દલિત અધિકાર મંચ દ્વારા વડલાચોક ખાતે રૂપાલાના વિરોધમાં સૂત્રચાર કરી પોલીસ મથકમાં પોસ્ટરો સળગાવે તે પૂર્વે જ પોલીસે કાર્યકરોની અટકાયત કરી લીધી હતી.
આ અંગે દલિત અધિકાર મંચના માવજી સરવૈયાએ જણાવ્યું હતું કે ગોંડલ ખાતેના કાર્યક્રમમાં દલિત સમાજની લાગણી દુભાઈ તેવા શબ્દો ઉચ્ચારેલ જેના વિરુદ્ધમાં ફરીયાદ દાખલ કરવામાં આવે તેવી માંગ સમગ્ર સમાજ દ્વારા કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆસારામે સજા સ્થગિત કરવાની કરી માંગ, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ આપી માંગ્યો જવાબ
November 22, 2024 04:53 PMખાંડ અને ગોળ એક જ વસ્તુમાંથી બને છે, તો ખાંડ સ્વાસ્થ્ય માટે જોખમી અને ગોળ ફાયદાકારક એવું કેમ
November 22, 2024 04:44 PMજાણો ક્યા દેશના લોકો સૌથી વધુ ઊંઘે છે; વિશ્વમાં ભારત ક્યા નંબર પર?
November 22, 2024 04:29 PMએલોવેરામાં આ વસ્તુઓ મિક્સ કરીને વાળમાં લગાવાથી શિયાળામાં ડેન્ડ્રફથી મળશે છુટકારો
November 22, 2024 04:27 PMઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 67 રનમાં 7 વિકેટ ગુમાવી,ભારતીય ટીમ 83 રનથી આગળ
November 22, 2024 04:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech