ગુજરાતના વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફારો કર્યા પછી હવે જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારી, શહેરોના મ્યુનિસિપલ કમિશનરો તેમજ બોર્ડ-નિગમના ઉચ્ચ અધિકારીઓની બદલીઓ તોળાઇ રહી છે, જેના ઓર્ડર ગમે તે સમયે થઇ શકે છે.
ગઇકાલે થયેલી બદલીઓમાં ઘણાં ઓફિસરો પ્રાઇમ પોસ્ટીંગમાં આવી ગયા છે. પૂર્વ આરોગ્ય અગ્રસચિવ જ્યંતિ રવિ ત્રણ વર્ષ ઓરોવિલ ફાઉન્ડેશન સેક્રેટરી તરીકે તામિલનાડુમાં ડેપ્યુટેશન પર ગયા હતા તેઓ પાછા આવી રહ્યાં છે અને મહેસૂલ વિભાગમાં પોસ્ટીંગ આપવામાં આવ્યું છે.
એવી જ રીતે સેન્ટ્રલ ડેપ્યુટેશનથી પાછા આવેલા ડો. ટી. નટરાજનને નાણાં વિભાગમાં અગ્રસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ જેપી ગુપ્તાની જગ્યા સંભાળશે. એવી જ રીતે કેન્દ્રમાંથી 15 વર્ષ પછી પાછા આવેલા રાજીવ ટોપ્નોની મુખ્ય નિયુક્તિ સ્ટેટ ટેક્સના ચીફ કમિશનર પદે કરવામાં આવી છે પરંતુ તેમને નાણા વિભાગના અગ્રસચિવનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. જ્યારે ટી. નટરાજન ગુજરાત આવશે ત્યારે તેમનો આ વધારાનો હવાલો મૂક્ત કરાશે.
સરકારે મુકેશ કુમાર પાસેથી ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ લઇ લીધું છે અને તેમને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં વિનોદ રાવની જગ્યાએ મૂકવામાં આવ્યા છે. વિનોદ રાવ કે જેમણે લાંબા સમય સુધી આ જગ્યાએ ફરજ બજાવી હતી તેમને શ્રમ, સ્કીલ ડેવલપમેન્ટ અને રોજગાર વિભાગમાં મૂકવામાં આવ્યા છે.
જ્યારે અનુપમ આનંદ કે જેમને સરકારે ટ્રાન્સપોર્ટ કમિશનર પદે નિયુક્ત કયર્િ છે તેમને એસટી નિગમના વાઇસ ચેરમેન અને એમડીનો વધારાનો ચાર્જ અપાયો છે. મોના ખંધાર પાસેથી રેવન્યુ ઇન્સ્પેક્શન કમિશનરનો વધારાનો હવાલો લઇને રાજેશ માંજુંને કાયમી નિયુક્તિ આપવામાં આવી છે. રાજેશ માંજુ કે જેઓ રાજ્યપાલના અગ્રસચિવ હતા તેમને બદલીને એએમ શમર્નિે નિયુક્ત કરવામાં આવ્યા છે. સરકારે બદલીના 18 ઓર્ડર કયર્િ છે છતાં છ થી વધુ અધિકારીઓને વધારાના હવાલા સોંપવામાં આવ્યા છે જે પૈકી મહત્વનો હવાલો ગૃહ વિભાગનો છે. લોકસભાની ચૂંટણી પહેલાં મુખ્યમંત્રીના અધિક મુખ્યસચિવ પાસેથી ગૃહ વિભાગનો વધારાનો હવાલો લઇને કૃષિ વિભાગના અધિક મુખ્યસચિવ એકે રાકેશને સોંપવામાં આવ્યો હતો પરંતુ તેઓ નિવૃત્ત થતાં આ હવાલો હવે મનોજકુમાર દાસને સોંપાયો છે, કે જેમની નિમણૂક મુખ્યમંત્રી કાયર્લિયમાં થઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech