ભારતીય રિઝર્વ બેંકે તમામ બેંકોને ગ્રાહકોને નાણાકીય વ્યવહાર સંબંધિત કોલ કરવા માટે ફકત ૧૬૦૦ થી શ થતી ફોન નંબર શ્રેણીનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે. પ્રમોશનલ હેતુઓ માટે, બેંકો અને નિયમનકારી સંસ્થાઓ ફકત વોઇસ કોલ્સ અને એસએમએસ માટે ૧૪૦ થી શ થતી નંબરિંગ શ્રેણીનો ઉપયોગ કરશે. નાણાકીય છેતરપિંડી અટકાવવાના ઉદ્દેશ્યથી આ પગલું લેવામાં આવ્યું હતું.
રિઝર્વ બેંકે પરિપત્રમાં કહ્યું છે કે ગુનેગારો ગ્રાહકના મોબાઇલ નંબરનો દુપયોગ કરીને છેતરપિંડી કરી રહ્યા છે. વોઇસ કોલ અને એસએમએસ દ્રારા છેતરપિંડીના બનાવો પણ બન્યા છે.
આરબીઆઈનું માનવું છે કે, આનાથી નાણાકીય છેતરપિંડી પર અંકુશ આવશે. આ ઉપરાંત આરબીઆઈએ બેન્કો અને અન્ય નિયમનકારી સંસ્થાઓને તેમના ગ્રાહક ડેટાબેઝનું નિરીક્ષણ કરવા અને બિનજરી ડેટા હટાવી દેવા માટે જણાવ્યું છે.
બેન્કોને જારી કરાયેલા એક સકર્યુલરમાં આરબીઆઈએ યોગ્ય ચકાસણી પછી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અપડેટ કરવા અને રદ કરાયેલા મોબાઈલ નંબરો સાથે જોડાયેલા ખાતાઓનું નિરીક્ષણ વધારવા જણાવ્યું છે જેથી લિંક કરેલા ખાતાઓને ફ્રોડમાં સામેલ થવાથી રોકી શકાય.
આરબીઆઈએ ૩૧ માર્ચ ૨૦૨૫ પહેલા નિર્દેશોનું પાલન કરવા જણાવ્યું છે. આરબીઆઈ એ કહ્યું છે કે, ડિજિટલ વ્યવહારોના પ્રસારથી ગ્રાહકોને સુવિધા મળી છે પરંતુ તેનાથી છે ફ્રોડમાં પણ વધારો થયો છે. આ એક ગંભીર ચિંતાનો વિષય છે અને તેની સામે ઠોસ પગલાં લેવાની જરિયાત પર ભાર મૂકે છે.
અન્ય એક સકર્યુલરમાં આરબીઆઈએ તમામ બેન્કોને બધા હાલના અને નવા ખાતાઓ અને લોકર્સમાં નોમિની સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. કેન્દ્રીય બેન્કે જણાવ્યું કે, મોટી સંખ્યામાં ખાતાઓમાં કોઈ નોમિની નથી.
નોમિની સુવિધાનો ઉદ્દેશ્ય ખાતાધારકના મૃત્યુ પર પરિવારના સભ્યોને પડતી મુશ્કેલીઓ ઘટાડવાનો અને દાવાઓનું ઝડપી સમાધાન સુનિશ્ચિત કરવાનો છે.વધુમાં આરબીઆઈ એ કહ્યું કે, ગ્રાહકોને નોમિનેશન સુવિધાનો લાભ લેવા માટે બેંકો ખાતું ખોલવાના ફોર્મમાં યોગ્ય સુધારા કરી શકે છે. બેન્કો અને એ પણ બેન્ક ખાતાઓમાં નોમિની સુનિશ્ચિત કરવા માટે અભિયાન શ કરવું જોઈએ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં સાંઢીયા પુલ પાસે કનસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ દૂર કરતું મનપા
January 18, 2025 06:24 PM108 ટિમની ઈમાનદારીની કાર્યશેલી દર્શાવી
January 18, 2025 06:14 PMજિલ્લા કલેકટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
January 18, 2025 05:54 PMકોલકાતા બળાત્કાર-હત્યા કેસનો આરોપી સંજય રોય કેવી રીતે પકડાયો? CBI કેવી રીતે ગુનો સાબિત કર્યો
January 18, 2025 05:28 PMસૈફ અલી ખાનના હુમલા કેસમાં મુંબઈ પોલીસે મધ્યપ્રદેશથી વધુ એક શંકાસ્પદવ્યક્તિની ધરપકડ કરી
January 18, 2025 04:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech