ડ્રેગનને જવાબ: હવે ભારત બદલશે ૩૦થી વધુ સ્થળોના નામ

  • June 07, 2024 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડાપ્રધાન મોદીના ત્રીજા કાર્યકાળમાં ભારત હવે ચીનની હરકતોનો વળતો જવાબ આપવા જઈ રહ્યું છે. આના સંકેતો ત્યારે જોવા મળ્યા યારે પીએમ નરેન્દ્ર મોદીએ તાઈવાનના રાષ્ટ્ર્રપતિ લાઈ ચિંગ–તેના અભિનંદન સંદેશનો ઉષ્માભર્યેા જવાબ આપ્યો અને બંને દેશો વચ્ચે ગાઢ સંબંધોની ખાતરી આપી. આ અંગે ચીન તરફથી આકરી પ્રતિક્રિયા આવી છે. પરંતુ સૂત્રો કહે છે કે આ તો માત્ર શઆત છે. પીએમ મોદીના શપથગ્રહણ બાદ ભારતે હવે તિબેટ મુદ્દે પણ ચીનને ઘેરવાનો નિર્ણય લીધો છે. આ માટે ભારત હવે તિબેટ સ્વાયત્ત ક્ષેત્રમાં ૩૦થી વધુ સ્થળોના નામ બદલવાની આક્રમક યોજના બનાવી રહ્યું છે. ભારતનું આ પગલું અણાચલ પ્રદેશમાં ઘણી જગ્યાઓના નામ બદલવાની ચીનની ચાલાકીના જવાબ તરીકે માનવામાં આવી રહ્યું છે. ભારતીય સૈન્ય સૂત્રોએ તિબેટના ઘણા મહત્વપૂર્ણ સ્થાનોના નવા નામોની સંપૂર્ણ યાદી તૈયાર કરી છે અને નવી સરકાર સત્તામાં આવ્યા બાદ ટૂંક સમયમાં જ આ યાદી જાહેર કરવામાં આવી શકે છે.

પીએમ મોદીએ તેમના કાર્યકાળના છેલ્લા ૧૦ વર્ષમાં એક મજબૂત નેતા તરીકે પોતાની છાપ ઉભી કરી છે. આવી સ્થિતિમાં, તે છબી જાળવી રાખવા માટે તિબેટીયન સ્થળોના નામ બદલવાની મંજૂરી આપે તે સ્વાભાવિક છે.ચીનને તેના જ જવાબમાં ઘેરવાની પ્રક્રિયા શ થઈ ગઈ છે. પીએમ મોદીએ તાઈવાનના રાષ્ટ્ર્રપતિના અભિનંદન સંદેશના જવાબમાં લખ્યું, લાઈ ચિંગ–તે, તમારા હાર્દિક સંદેશ માટે હત્પં તમારો આભાર માનું છું. હત્પં તાઈવાન સાથે ગાઢ સંબંધોની પણ આશા રાખું છું, કારણ કે આપણે પરસ્પર લાભદાયી છીએ. આર્થિક અને તકનીકી ભાગીદારી તરફ કામ કરી રહ્યા છીએ. આ અંગે ચીન તરફથી આકરી પ્રતિક્રિયા આવી છે. ચીન પીએમ મોદીની પ્રતિક્રિયાને ભારત અને તાઈવાન વચ્ચે રાજદ્રારી સંબંધો વધારવાના સંદેશ તરીકે માની રહ્યું છે.
પીએમ મોદીના જવાબને ધ્યાનમાં રાખીને, ચીનના વિદેશ કાર્યાલયના પ્રવકતા માઓ નિંગે ગુવારે કહ્યું, વિશ્વમાં એક જ ચીન છે. ભારત વન–ચાઈના સિદ્ધાંત પ્રત્યે ગંભીર પ્રતિબદ્ધતા ધરાવે છે અને તાઈવાનના અધિકારીઓની રાજદ્રારી કાવતરાઓ પ્રત્યે સતર્ક રહીને વન–ચાઈના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરતી ક્રિયાઓ ટાળવી જોઈએ. ઉલ્લેખનીય છે કે લગભગ તમામ વિશ્વના નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા છે, પરંતુ ચીનના રાષ્ટ્ર્રપતિ શી જિનપિંગે હજુ સુધી તેમને અભિનંદન આપ્યા નથી. નોંધનીય છે કે ચીન અણાચલને તેના છધ્મ નામકરણ અભિયાનના ભાગપે જંગનાન અથવા દક્ષિણ તિબેટ કહે છે. હવે ભારતે તિબેટિયનો પર ચીનના દાવા પર સવાલ ઉઠાવીને તેમના નામ બદલવાની રણનીતિ અપનાવી છે. પ્રથમ તબક્કામાં ૩૦ થી વધુ તિબેટીયન શહેરો, નદીઓ, સરોવરો, પાસ, પર્વતો અને મેદાનોના ચીની નામો પર વ્યાપક સંશોધન કરીને ખોટા સાબિત કરવાના છે, જેના માટે કોલકાતાની એશિયાટિક સોસાયટી જેવી ટોચની સંશોધન સંસ્થાઓ પાસેથી સહયોગ લેવામાં આવ્યો છે. તેમના નવા નામો પણ આપવાના છે. આ માટે વ્યાપક સંશોધનના આધારે નવા નામોની યાદી તૈયાર છે. ઐતિહાસિક રેકોર્ડ સાથે સંબંધિત સ્થળોના પ્રાચીન નામો ભારતીય ભાષાઓમાં તૈયાર કરવામાં આવ્યા છે. વૈશ્વિક ઝુંબેશના ભાગપે આ યાદી ટૂંક સમયમાં મીડિયા દ્રારા જાહેર કરવામાં આવશે અને તિબેટના મુદ્દાને વૈશ્વિક ચિંતાના કેન્દ્રમાં લાવવામાં આવશે. નામકરણની સાથે તેના દાવાના ગ્રાઉન્ડ પુરાવા પણ રજૂ કરવાની તૈયારી છે. આ માટે, તાજેતરના અઠવાડિયામાં ભારતીય સેનાએ આ વિવાદિત સરહદી વિસ્તારોમાં અનેક મીડિયા પ્રવાસોનું આયોજન કયુ છે. પત્રકારોને સ્થાનિક લોકો સાથે વાત કરવા માટે બનાવવામાં આવ્યા છે જેઓ ચીનના દાવાઓનો સખત વિરોધ કરે છે અને કહે છે કે તેઓ હંમેશા ભારતનો ભાગ છે. અંતિમ ધ્યેય એક ભારતીય કથાનું નિર્માણ કરવાનું છે જે નક્કર ઐતિહાસિક સંશોધન અને સ્થાનિક અવાજો પર આધારિત છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application