આ વધતા ઊર્જા વેપારને ફેબ્રુઆરીમાં વોશિંગ્ટનમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચેની વાતચીત સાથે પણ જોડવામાં આવી રહ્યો છે. તે સમયે બંને નેતાઓએ દ્વિપક્ષીય વેપાર અસંતુલનને સુધારવા પર ભાર મૂક્યો હતો. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પણ સંકેત આપ્યો હતો કે ભારતની અમેરિકા પાસેથી ઊર્જા ખરીદી ૧૫ અબજ ડોલરથી ૨૫ અબજ ડોલર સુધી વધી શકે છે.
અમેરિકાની હાજરી વધી રહી હોવા છતાં, ભારતને સૌથી મોટો ઓઈલ સપ્લાયર હજુ પણ રશિયા છે, જેનો એપ્રિલમાં હિસ્સો 37.8 ટકા હતો. ત્યારબાદ ઇરાક (૧૯.૧ ટકા), સાઉદી અરેબિયા (૧૦.૪ ટકા) અને હવે યુનાઇટેડ સ્ટેટ્સ (૭.૩ ટકા) આવે છે. યુએઈનો હિસ્સો અગાઉના ચોથા સ્થાનથી ઘટીને 6.4 ટકા થયો છે. એક અહેવાલ મુજબ, માર્ચમાં યુએઈથી ભારે શિપમેન્ટ પછી એપ્રિલમાં પુરવઠો થોડો ઓછો રહ્યો.
હકીકતમાં, અમેરિકાથી ભારતમાં તેલની નિકાસ વધી કારણ કે અમેરિકાથી યુરોપમાં શિપમેન્ટ ઘટ્યું છે. યુરોપ હવે તેના માટે ઉપલબ્ધ હળવા તેલના વિકલ્પો શોધી રહ્યું છે અને ત્યાંની કેટલીક રિફાઇનરીઓ પણ બંધ કરી દેવામાં આવી છે. પરિણામ એ આવ્યું કે અમેરિકાએ પોતાનું ધ્યાન એશિયા તરફ, ખાસ કરીને ભારત તરફ વાળ્યું. એપ્રિલમાં ભારતે અમેરિકાની કુલ તેલ નિકાસના લગભગ 8 ટકા ખરીદી કરી હતી.
સાઉદી અરેબિયા અને યુએઈ જેવા જૂના સપ્લાયર્સનો ઘટાડો તેમની વ્યૂહાત્મક શિપમેન્ટ નીતિઓને કારણે છે. યુએઈએ માર્ચમાં વધુ તેલ મોકલ્યું હતું, તેથી એપ્રિલમાં થોડો ઘટાડો થયો હતો. આ ઉપરાંત, સાઉદી અરેબિયા હાલમાં પૂર્વ એશિયા અને યુરોપમાં પોતાનો હિસ્સો વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. જોકે, સાઉદી અરેબિયાથી પુરવઠો ટૂંક સમયમાં પાછો આવી શકે છે. ઓપીઈસી જૂથ (જેમાં સાઉદી અને રશિયા જેવા 23 દેશોનો સમાવેશ થાય છે) મે અને જૂનમાં દરરોજ વધારાના 4 લાખ બેરલ ઉત્પાદન વધારવાની યોજના ધરાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application138 વર્ષ જૂની ગૌશાળાનું 2 કરોડના ખર્ચે રિનોવેશન, દ્વારકામાં શ્રીમદ ભાગવત સપ્તાહ આયોજન
May 17, 2025 12:27 PMયે બાત કુછ હજમ નહી હુઈ.. ટ્રમ્પે તેલનું ટીપું આપવા બદલ UAEની મજાક ઉડાવી
May 17, 2025 12:14 PMસિંહ સાથે...યે દોસ્તી હમ નહીં તોડેંગે...
May 17, 2025 12:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech