હત્યા અને મારામારી સહિતના ગુનામાં સંડોવાયેલા આંબેડકરનગરના નામચીન શખસ સામે પોલીસ કમિશનરે પાસાનું વોરંટ ઇશ્યુ કરતા માલવિયાગનર પોલીસે વોરંટની બજવણી કરી આરોપીને ભાવનગર જેલ હવાલે કરી દીધો હતો.
શહેરના ૧૫૦ ફૂટ રીંગરોડ પર રામદેવપીરના મંદિર પાસે આંબેડકરનગરમાં રહેતા હિરેન ગોવિંદભાઇ પરમાર(ઉ.વ ૨૮) નામના શખસ સામે આગાઉ હત્યા, મારામારી સહિતના ૧૨ ગુના નોંધાઇ ચૂકયા હોય માલવિયાનગર પોલીસ મથકના પીઆઇ જે.આર.દેસાઇએ આરોપી વિરૂધ્ધ પાસાની દરાખસ્ત તૈયાર કરી પોલીસ કમિશનરને મોકલતા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ દરખાસ્ત પર મંજુરીની મહોર લગાવી આરોપી સામે પાસાનું વોરંટ ઇશ્યુ કર્યું હતું. માલવીયાનગર પોલીસે વોરંટની બજવણી કરી આરોપી હિરેન પરમારની પાસાની હેઠળ અટકાયત કરી તેને ભાવનગર જેલહવાલે કરી દીધો હતો.
આરોપી હિરેન પરમાર સામે રાજકોટના પ્ર.નગરમાં દારૂ, તાલુકામાં મારામારી જયારે માલવીયાનગર પોલીસ મથકમાં હત્યા, મારમારી સહીત કુલ ૧૨ ગુના નોંધાઇ ચૂકયા છે. આરોપી વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૨ માં પાસા હેઠળ જેલની હવા પણ ખાઇ ચૂકયો છે. આ કામગીરીમાં માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ ડી.એસ.ગજેરા, એએસઆઇ શૈલેષભાઇ ખીહડીયા, હિરેનભાઇ પરમાર, હેડ કોન્સ. મહેશભાઇ રૂદતલા, અજયભાઇ વિકમા, દિનેશભાઇ બગડા, જયદેવસિંહ તથા કોન્સ. મનીષભાઇ,ચિત્રકેતુસિંહ,ભાવેશભાઇ, મયુરદાન,અમરદિપસિંહ સાથે રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
May 07, 2025 03:13 AMઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ કરી મિસાઈલ સ્ટ્રાઈક...જૂઓ વીડિયો
May 07, 2025 03:08 AMભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech