રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપ્ના પૂર્વે રાજકોટ નગરપાલિકા વખતના કાર્યકાળમાં મતલબ કે અંદાજે 60 વર્ષ પૂર્વે નિમર્ણિ કરાયેલા 4 કોમ્પ્લેક્સ કે જેમાં હાલ 43 જેટલા ભાડુઆતો કાર્યરત છે તે ભયગ્રસ્ત અને જર્જરિત થઈ જતા 10 દિવસમાં ખાલી કરવા માટે એસ્ટેટ ઓફિસર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.
વિશેષમાં રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના એસ્ટેટ ઓફિસર દિપેન ડોડિયાએ જણાવ્યું હતું કે, ઢેબર રોડ ઉપર કોર્પોરેશન કચેરીના દરવાજા સામે આવેલું એનેક્સી બિલ્ડીંગ કે જેમાં હાલ રમકડાંનો એક શો-મ, માલાણી સેનેટરી વેર્સની જૂની દુકાન તેમજ નોબલ ઈલેક્ટ્રોનિક્સની જુની દુકાન સહિતની કુલ 9 દુકાનો તેમજ બેંક ઓફ બરોડા સહિત 10 ભાડુઆતો કાર્યરત છે તે તમામને ખાલી કરવા માટે નોટિસની બજવણી આજરોજ કરવામાં આવી છે.
તેમણે ઉમેર્યું હતું કે આ ઉપરાંત કેનાલ રોડ ઉપર આવેલ જુની લાઈબ્રેરીનું બિલ્ડીંગ કે જેમાં 12 જેટલી દુકાનો કાર્યરત છે તે તમામને પણ આજે નોટિસની બજવણી કરીને 10 દિવસમાં દુકાનો ખાલી કરવા તાકિદ કરવામાં આવી છે. જ્યારે ઢેબર રોડ ઉપર ભુતખાના ચોકમાં આવેલ અનિલ સમોસાવાળું શોપિંગ સેન્ટર કે જેમાં અનિલ સમોસા સહિતની 9 દુકાનો કાર્યરત છે તે તમામને પણ 10 દિવસમાં ખાલી કરવા આજે બપોરે નોટિસની બજવણી કરવામાં આવી છે. આ ઉપરાંત ઢેબર રોડ ઉપર જુનું રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંકનું બિલ્ડીંગ કે જ્યાં આગળ હોટેલ નેક્સા કાર્યરત છે તેની સામેના ભાગે આવેલું કોર્પોરેશનનું જૂનું કોમ્પ્લેક્સ જેમાં 12 દુકાનો કાર્યરત છે તે તમામને પણ 10 દિવસમાં દુકાનો ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે. આ મુજબ રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નગરપાલિકા વખતના કાર્યકાળમાં નિર્મિત ઉપરોકત ચારેય કોમ્પ્લેક્સમાં કાર્યરત એક બેન્ક અને 42 દુકાનો મળી કુલ 43 ભાડુઆતો કાર્યરત છે તે તમામને 10 દિવસમાં મિલકત ખાલી કરીને મહાપાલિકાને કબજો સોંપવા માટે તાકિદ કરવામાં આવી છે. હાલ ચોમાસાની ઋતુમાં ભારે વરસાદની આગાહી હોય અને ઉપરોકત ચારેય બિલ્ડીંગ 60 વર્ષથી વધુ જૂના હોય ભયગ્રસ્ત અને જર્જરિત જણાતા ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે. આજે બપોરે નોટિસની બજવણી થતાની સાથે જ અમુક ભાડુઆતો રજૂઆત કરવા માટે કોર્પોરેશન કચેરીમાં આવી ગયા હતા. પરંતુ ભયગ્રસ્ત બિલ્ડીંગના કિસ્સામાં કોઈપણ પ્રકારની રજૂઆતો ધ્યાને લેવાની થતી નથી અને આગામી 10 દિવસમાં મતલબ કે તા.10 ઓગસ્ટ સુધીમાં ઉપરોકત તમામ દુકાનો ખાલી કરવાની જ રહેશે તે સ્પષ્ટ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં શિવતાંડવ નું ગુજરાતીમાં થયું સર્જન
February 24, 2025 10:37 AMસોમનાથમાં મહાશિવરાત્રીએ પ્રાર્થના, પૂજા, પુણ્ય–પ્રસાદનું આયોજન
February 24, 2025 10:36 AMઓપન પોરબંદર સી સ્વિમિંગ કોમ્પિટિશન યોજાઇ
February 24, 2025 10:35 AMસોમનાથ મહોત્સવનો આજે સાંજે મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ
February 24, 2025 10:33 AMછોટીકાશીમાં મહાશિવરાત્રીના પર્વે શિવ શોભાયાત્રાનું ભવ્ય આયોજન
February 24, 2025 10:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech